બૉલીવુડ સેલિબ્રિટી ઘરમાંથી નિકળતા જ કેમેરામાં કેદ થાય છે. અવાર-નવાર સેલિબ્રિટીઓના સ્પોટેડ લુક્સ અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા રહે છે, જે ખૂબ વાયરલ થાય છે.
અભિનેત્રી અદા શર્માનો કિન્નરોએ કર્યો ઘેરાવ
કિન્નરોએ અદા શર્મા સાથે ખેંચાવી સેલ્ફી
કિન્નરોએ અદાને આશીર્વાદ પણ આપ્યાં
કિન્નરોએ અભિનેત્રીને ઘેરી
આ ક્રમમાં હવે અભિનેત્રી અદા શર્માનો એક વીડિયો સામે આવ્યો છે. અદા શર્મા હાલમાં મુંબઈમાં હેન્ગઆઉટ કરવા માટે નિકળી હતી. આ દરમ્યાન અભિનેત્રીને પાપારાજીએ સ્પોટ કરી. પરંતુ રેસ્ટોરન્ટમાંથી બહાર નિકળતા જ રસ્તા પર અદાની સાથે કઈક અલગ થયુ. રેસ્ટોરન્ટમાંથી બહાર નિકળતા જ્યારે અદા તેની કારમાં બેસી રહી હતી ત્યારે કિન્નરોના એક ગ્રુપે તેને ઘેરી લીધી અને તેની સાથે સેલ્ફી લેવા લાગ્યા. અદાએ સેલ્ફી ક્લિક કરાવી અને પછી તે ત્યાંથી જતી હતી ત્યારે આ કિન્નરોએ અદાને ઘેરી લીધી. આ દરમ્યાન અદા હસતી હતી પરંતુ થોડી ગભરાયેલી જોવા મળી. કિન્નરોએ અદાને આશીર્વાદ પણ આપ્યાં અને પછી તે તેની કારમાં બેસીને રવાના થઇ.
આ દરમ્યાન એક શખ્સ અદા શર્માને પ્રોટેક્ટ કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં અદાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને જે રીતે અભિનેત્રીએ આ પરિસ્થિતિને સંભાળી તે ખરેખર વખાણવાલાયક છે. ઉલ્લેખનીય છે કે અવાર-નવાર અદાના આવા સ્પોટેડ વીડિયો સામે આવે છે. અદા શર્મા સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે અને અવાર-નવાર પોતાની એકથી એક સારી તસ્વીરો અને વીડિયો પ્રશંસકોની સાથે શેર કરે છે. આ સાથે અદા શર્મા તેના ફેશન સ્ટેટમેન્ટ માટે પણ ખૂબ ચર્ચાય છે.