બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / કોણ હતી એ એક્ટ્રેસ, જેના પ્રેમમાં હતા રાજ કપૂર, કરતા અઢળક પ્રેમ છતાંય લગ્ન ન કરી શક્યા, જાણો કારણ
Last Updated: 09:37 AM, 14 December 2024
તમે હિર-રાજના, લેલા-મજનું ની પ્રખ્યાત લવ સ્ટોરી વિશે તો સાંભળ્યું જ હશે, એક સમય માટે વિચાર પણ આવ્યો હશે કે ખરેખર એ લોકોનો પ્રેમ અધૂરો રહી ગયો હશે કે આ લવ સ્ટોરી સાચી છે કે નહીં. આ જ પ્રકારે તમે આપણા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની પણ અનેક અધૂરી લવ સ્ટોરી વિશે સાંભળ્યું હશે. જેની ચર્ચા કદાચ આજે પણ થતી હોય છે. તો એવી જ એક પ્રખ્યાત અભિનેતાની લવ સ્ટોરી છે. જેમના ચાહકો આજે પણ તેમની લવ સ્ટોરીને પસંદ કરે છે.
ADVERTISEMENT
બોલિવૂડનું ફેમસ કુપર ખાનદાનના સુપરસ્ટાર રાજ કપૂર અને અભિનેત્રી નરગીસની લવ સ્ટોરી. એક જમાનો હતો જ્યારે તેમની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. આજે પણ અનેક એવા એમના ચાહકો છે જેમણે ''પ્યાર હુઆ ઇકરાર હુઆ'' ગીતમાં રાજ કપૂર અને નરગીસનો રોમાંસ જોવો ગમે છે. ફિલ્મી દુનિયાની આ રિયલ લાઇફ લવ સ્ટોરી છે, આ બંને એકબીજાના પ્રેમમાં હતા. જો કે તેમનો પ્રેમ લગ્ન સુધી પહોંચ્યો નથી.
ADVERTISEMENT
એવું કહેવાય છે કે નરગીસે રાજ કપૂરના પ્રેમમાં તમામ હદો વટાવી હતી. આ બંનેની પહેલી ફિલ્મ 'આગ' હતી જેમાં સાથે કામ કર્યું હતું, અને તે સમયે જ તેમને એકબીજાના પ્રેમમાં પડતા હતા. તે સમયે કપૂર પરિવારે પણ આ રોમાંસ તરફ આંખ આડા કાન કર્યા હતા. ફિલ્મ 'બરસાત' પછી એક રીતે રાજ કપૂરના પરિવારે પણ આ સંબંધને મૌખિક મંજૂરી આપી દીધી હતી.
નરગીસ તો એટલો પ્રેમ કરતી હતી કે તેણે પોતાનું દિલ અને આત્મા રાજ કપૂરના નામે આપી દીધા હતા. કારણ કે જ્યારે સંકટનો સમય આવ્યો, ત્યારે પણ તે રાજ કપૂર સાથે હતી. RK સ્ટુડિયોમાં પૈસાની તંગી હતી અને નરગીસે તેની સોનાની બંગડીઓ પણ વેચી દીધી હતી રાજ કપૂરને મદદ કરવા માટે. એટલું જ નહીં, પરંતુ RK ફિલ્મ્સની ઘટતી જતી તિજોરીને ભરવા માટે, તેણે 'ઘર સંસાર', 'અદાલત' અને 'લાજવંતી' જેવી બાહ્ય નિર્માતાઓની ફિલ્મોમાં કામ કર્યું હતું.
આ પણ વાંચો : Allu Arjunની ધરપકડ કાવતરું કે પબ્લિસિટી સ્ટંટ?, જાણો કેમ ઊભા થઈ રહ્યા છે સવાલો
રાજ કપૂરે દગો આપ્યો. રાજ કપૂર પરિણીતા હતા અને 5 બાળકોના પિતા પણ હતા. તે તેના પરિવારને છોડવા માંગતા ન હતા, જ્યારે નરગીસ તેની સાથે કોઈપણ કિંમતે લગ્ન કરવા માંગતી હતી. કાયદા અનુસાર, આ લગ્ન થઈ શક્યા નહીં કારણ કે શ્રીમતી કૃષ્ણા કપૂર છૂટાછેડા માટે તૈયાર નહોતા. અહીં રાજ કપૂર પણ પોતાના પરિવારને છોડવા તૈયાર ન હતા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT