બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / Bollywood / બોલિવૂડ / અભિનેત્રી પ્રિયંકા ચોપડા થઈ લોહી લુહાણ!, શૂટિંગની તસવીર વાયરલ, સત્ય અલગ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:08 PM, 17 July 2024
1/6
થોડા સમય પહેલા પ્રિયંકા ચોપરા ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી. તેણે પોતે પોતાની ઈજા વિશે માહિતી આપતા તસવીર શેર કરી છે. હવે તેણે પોતાના ઘાયલ હાથની તસવીર શેર કરી છે. પરંતુ રાહ જુઓ! પ્રિયંકાના હાથ પર દેખાતો ઘા વાસ્તવિક નથી, પરંતુ મેક-અપ દ્વારા તેના હાથ પર નિશાન બનાવવામાં આવ્યા છે.
2/6
પ્રિયંકા ચોપરાએ શેર કરેલી તસવીરમાં ઓસ્ટ્રેલિયન મેકઅપ આર્ટિસ્ટ શેરોન રોબિન્સ તેના હાથ પર કામ કરતી જોવા મળી રહી છે. પહેલીવાર તસવીર જોઈને ચાહકો ડરી જશે અને વિચારવા લાગશે કે પ્રિયંકાને શું થયું. જોકે આ બધો કમાલ શેરોનના મેકઅપનો છે. તસવીર શેર કરતી વખતે પ્રિયંકાએ લખ્યું, “લાગે છે કે મને મેનીક્યોરની જરૂર છે.
3/6
પ્રિયંકા ચોપરા જે રીતે ફિલ્મના સેટ પરથી સતત તસવીરો શેર કરી રહી છે, તેનાથી સ્પષ્ટ છે કે પ્રિયંકા ધ બ્લફ ફિલ્મમાં જોરદાર એક્શન કરતી જોવા મળશે. ધ બ્લફનું નિર્દેશન ફ્રેન્ક ઇ ફ્લાવર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ તસવીરમાં પ્રિયંકા એક મહિલા ચાંચિયાની ભૂમિકા ભજવી રહી છે, જે પોતાના પરિવારને બચાવવા માટે પોતાના ભૂતકાળ સાથે સંઘર્ષ કરી રહી છે.
4/6
પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ ધ બ્લફના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. જ્યારથી પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે, ત્યારથી તે તેના ફેન્સને ઈન્સ્ટાગ્રામ દ્વારા દરેક અપડેટ આપી રહી છે. પ્રિયંકાએ તેના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર હોટ તસવીરો શેર કરેલી છે.
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.