બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 10:42 AM, 24 March 2023
ADVERTISEMENT
બિટાઉનમાંથી એક ખબર સામે આવી છે કે AAP નેતા અને રાજસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને એક્ટ્રેસ પરિણીતી ચોપરા એક બીજાને ડેટ કરી રહ્યા છે. બન્નેને ગુરૂવારે બપોરે એક રેસ્ટોરન્ટમાંથી એક સાથે બહાર આવતા સ્પોર્ટ કરવામાં આવ્યા હતા.
બન્ને ત્યાં લંચ ડેટ પર પહોંચ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મીડિયાના કેમેરાને જોતા જ રાઘવ તો સીધા ગાડીમાં બેસી ગયા પરંતુ પરિણીતીએ પાપારાજીને પોઝ આપ્યા. જોકે બન્નેએ સાથે કોઈ પોઝ નથી આપ્યા.
ADVERTISEMENT
AAP Leader Raghav Chadha & Actor Parineeti Chopra spotted together at a restaurant in Mumbai, they went for dinner last night too. #RaghavChadha #ParineetiChopra pic.twitter.com/5QH6uhOzU1
— Namrata Dubey (@namrata_INDIATV) March 23, 2023
લંચ ડેટ પર ગયા હતા પરિણીતી અને રાઘવ?
આ સમયે પરિણીતીએ બ્લેક ટી શર્ટની સાથે જીન્સ પહેર્યું હતું ત્યાં જ રાઘવ પણ શર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યા હતા. ગઈકાલે રાત્રે પણ બન્નેને ડિનર ડેટ પર સ્પોર્ટ કરવામાં આવ્યા હતા. આ સમયે બન્નેએ વ્હાઈટ કલરનો શર્ટ પહેર્યો હતો.
ફોટોને જોઈને એટલું તો સ્પષ્ટ છે કે બન્ને એક બીજા સાથે ખૂબ જ સારો સમય પસાર કરી રહ્યા છે. ફેંસ તો આ ફોટો જોઈને સવાલ પણ પુછી રહ્યા છે કે શું આ બંન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે?
ડેટિંગને લઈને લગાવવામાં આવી રહી છે અટકળો
ફોટોના આવ્યા બાદ પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાના અફેરને લઈને બી-ટાઉનમાં ખૂબ જ ચર્ચા છે. આ બન્ને હાલમાં જ સાથે સાથે ડિનર કરતા સ્પોર્ટ થયા હતા. જોકે તેમના અફેરની ખબરોમાં કેટલી સચ્ચાઈ છે આ વાતની કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી.
બન્નેના સાથે ફોટો જોયા બાદ એત યુઝરે લખ્યું- લાગે છે કે બન્ને ડેટ કરી રહ્યા છે. એક અન્ય યુઝરે લખ્યું-પબ્લિસિટી માટે શું-શું કરવું પડે છે બિચારાઓને. બન્નેના ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને 'ભારત યુકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ'થી સન્માનીત કરવામાં આવ્યા હતા. પહેલી વખત કોઈને ભારતમાં આ સન્માન મળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Coldplay Concert / મોટું એલાન: કોલ્ડપ્લેના ચાહકો આધાતમાં! 12માં આલ્બમ બાદ બેન્ડ લેશે સંન્યાસ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.