અભિનેત્રી માધુરી દીક્ષિતને ભાજપની મોટી ઑફર, અમિત શાહે લોકસભા ચૂંટણી માટે...

By : vishal 05:56 PM, 06 December 2018 | Updated : 05:56 PM, 06 December 2018
પોતાના ફેન વચ્ચે ધક-ધક ગર્લના નામથી ઓળખાતી અભિનેત્રી માધુરી દીક્ષિત હવે રાજકારણમાં પણ આવી શકે છે. ભારતીય જનતા પાર્ટી માધુરી દીક્ષિતને 2019 લોકસભા ચૂંટણીમાં પુણે બેઠકથી મેદાનમાં ઉતારવાનો વિચાર કરી રહી છે. પાર્ટીના સુત્રોથી મળતી માહિતી મુજબ, ભાજપા નેતૃત્વ આ બાબત પર ખુબ જ ગંભીરતાથી વિચાર કરે છે. 

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ વર્ષના જૂન મહિનામાં મુંબઇ ખાતે માધુરી સાથે મુલાકાત કરી હતી. તમને જણાવી દઇએ કે, અમિત શાહ ત્યારે પાર્ટીના "સંપર્ક ફોર સમર્થન" અભિયાન હેઠળ મુંબઇ પહોચ્યા હતા. રાજ્યના એક વરિષ્ઠ ભાજપના નેતાએ ગુરૂવારે જણાવ્યું હતું કે, માધુરી દીક્ષિતનુ નામ પુણે લોકસભા બેઠકમાં પસંદ કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પાર્ટી 2019ની ચૂંટણીમાં માધુરી દીક્ષિતને ઉમેદવાર બનાવવા ગંભીરતાથી વિચાર કરે છે. અમારૂ માનવું છે કે, પુણે લોકસભા બેઠક માધુરી દીક્ષિત માટે વધારે અનુકૂળ રહેશે. 

ભાજપાના વરિષ્ઠ નેતાએ વધુમાં જણાવ્યું કે, પાર્ટી ઘણી લોકસભાની બેઠકો માટે ઉમેદવારોનું નામ નક્કી કરવાની પ્રક્રિયામાં છે અને માધુરી દીક્ષિતનું નામ પૂણે બેઠક માટે પસંદ કરવામાં આવ્યું છે. જેથી તેમના નામ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, 2014માં ભાજપાએ પુણે બેઠક કોગ્રેસ પાસેથી છીનવી લીધી હતી અને પાર્ટીના ઉમેદવાર અનિલ શિરેલેની ત્રણ લાખથી પણ વધારે મતોના અંતરથી જીત થઇ હતી.  

તમને જણાવી દઇએ કે, 51 વર્ષીય અભિનેત્રી માધુરીએ તેજાબ, હમ આપકે હૈ કૌન, દિલ તો પાગલ હૈ, સાજન અને દેવદાસ જેવી અનેક ફિલ્મો કરી છે. લોકોની વચ્ચેની માધુરીની લોકપ્રિયતાને ભાજપા લોકસભાની ચૂંટણીમાં અજમાવવા માગે છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story