બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / જ્હાન્વી કપૂરે પર્સનલ લાઈફના ખોલ્યા રાજ, કહ્યું મારુ દિલ તૂટયું, દર મહિને કરતી હતી બ્રેકઅપ

ઈમોશન છલકાયા / જ્હાન્વી કપૂરે પર્સનલ લાઈફના ખોલ્યા રાજ, કહ્યું મારુ દિલ તૂટયું, દર મહિને કરતી હતી બ્રેકઅપ

Last Updated: 10:33 PM, 22 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જહાન્વી કપૂરે તાજેતરમાં તેની ડેટિંગ લાઇફ બાબતે ખુલીને વાતો શેર કરી હતી. અને તેના પ્રથમ બ્રેકઅપ વિશે જણાવ્યુ હતું કે તે બોયફ્રેન્ડ સાથે દર મહિને બ્રેકઅપ કરતી હતી. જેના 2 દિવસ પછી સોરી કહીને તેની પાસે જતી રહેતી હતી. આ વચ્ચે તેનો બોયફ્રેન્ડ 2-3 મહિના સુધી સદમામાં રહેતો હતો.

જહાન્વી કપૂર તેની પ્રોફેશનલ લાઇફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. ઘણીવાર તે શિખર પહાડિયા સાથે જોવા મળે છે. તાજેતરમાં તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમા સાથે પહોંચ્યા હતા. જોકે તેઓએ પોતાના રિલેશનશીપની લઇ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તાજેતરમાં જહાન્વી કપૂરે તેના પ્રેમ સંબંધો બાબતે વાત કરી હતી. અને તેણીનું પ્રથમ બ્રેકઅપ કેવી રીતે થયુ હતુ તે જણાવ્યું હતું. અને શિખર પહાડિયાએ તેનું દિલ પહેલીવાર તોડ્યુ હોવાની વાત કરી હતી.

જહાન્વી પોતાના રિલેશનશીપ બાબતે જણાવ્યું હતુ કે શિખરની શરૂઆતમાં દર મહિને બ્રેકઅપ કરી લેતી હતી. જેને લઇ શિખર બે-ત્રણ મહિના સદમામાં રહેતો હતો. પરંતુ થોડા દિવસો પછી હું રડતી અને સોરી કહેતી તેની પાસે જતી રહેતી હતી. મને ખબર નહોતી પડતી કે મારું મગજ કેમ આ રીતે કામ કરે છે. આ થકાવી દેનાર હતુ.

કોણે તોડ્યુ દિલ

આ સાથે જહાન્વીએ જણાવ્યુ હતુ કે શિખરે તેનું દિલ તોડ્યુ, પણ તેણે જ ફરી જોડ્યુ હતું. તે જણાવે છે કે મારા જીવનમાં એક જ વાર દિલ તૂટવા જેવું કંઇ થયું છે. પણ તે ફરી આવ્યો અને મારુ દિલ જોડી દીધું. જેના કારણે બધુ સારુ થઈ ગયું. જાહ્નવીએ બોલિવૂડમાં આવ્યા પહેલા શિખર સાથે ઘણા વર્ષો સુધી ડેટ કરી હતી. ઇશાન સાથે બ્રેકઅપ પછી તેણે શિખર સાથે પેચઅપ કરી લીધુ હતુ.

ઉલઝ

જહાન્વી તેની આવનાર ફિલ્મ ઉલઝની તૈયારી કરી રહી છે. આ ટ્રેલરમાં જહાન્વી સુહાનાના રોલમાં જોવા મળશે. જે સૌથી નાની ઉંમરની ડેપ્યુટી કમિશ્નર છે. અને ભારે સિક્યુરિટી વચ્ચે લંડન હાઇ કમિશન માં એક મુશ્કેલ મિશનને અંજામ આપે છે. તેની ફિલ્મ સુધાંશું સરિયાએ ડાયરેક્ટ કરી છે. અને ફિલ્મના ડાયલોગ અતિકા ચૌહાણ લખ્યા છે. તેની આ ફિલ્મ 2 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવશે.

વધુ વાંચો : બે પત્નીવાળા અરમાનની લાઈફમાં ડખો?, એકે જગજાહેર કાનભંભેરણી કરી, બીજીએ લગાવી વાટ

જાહ્નવી કપૂરની ફિલ્મો

આ સિવાય તે વરૂણ ધવન સાથે સની સંસ્કારી કી તુલસી કુમારીમાં જોવા મળશે અને જુનિયર એનટીઆરની સાથે દેવરા પાર્ટ 1 માં પણ નજરે ચઢશે. આ પહેલા આ વર્ષે જાહ્નવીની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી રીલીઝ થઇ હતી. જેમાં રાજકુરાર રાવ સાથે સ્ક્રિન શેયર કરી હતી. જેન ડાયરેક્ટ શરણ શર્માએ કર્યુ હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Janhvi Kapoor Janhvi Kapoor news janhvi kapoor and Shikhar Pahariya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ