બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / VTV વિશેષ / ગુજરાતી નાટકોના કલાકારોને મળે છે આટલી ફીઝ, મહિનાઓ સુધી ચાલતા હોય છે રિહર્સલ, જાણો કેવી રીતે બને છે ગુજરાતી નાટકો?

રંગમંચ / ગુજરાતી નાટકોના કલાકારોને મળે છે આટલી ફીઝ, મહિનાઓ સુધી ચાલતા હોય છે રિહર્સલ, જાણો કેવી રીતે બને છે ગુજરાતી નાટકો?

Nidhi Panchal

Last Updated: 11:54 AM, 8 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી નાટકોનો એક ઈતિહાસ રહ્યો છે, જ્યાં પ્રખ્યાત કલાકારો અને દિગ્ગજ નિર્દેશકોની આગેવાનીમાં વિવિધ નાટકોએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા. પરંતુ હવે જ્યારે ગુજરાતી ફિલ્મોનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે એ પ્રશ્ન ઊભો થાય છે કે આજના સમયમાં ગુજરાતી નાટકો ક્યાં છે? અમે ગુજરાતી નાટક ઈન્ડસ્ટ્રીની હાલની પરિસ્થિતિ, કલાકારોની મહેનત, નાટકના ખર્ચ, અને નાટકોના ટિકિટના ભાવ પર ચર્ચા કરીશું

ગુજરાતી નાટકોનો એક ઈતિહાસ રહ્યો છે, જ્યારે પ્રવીણ જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી, સરિતા જોશી અને આવી કંઈક પ્રતિભાઓ પીળા પ્રકાશે ઉભા રહીને તખ્તો ગજવતી હતી. થર્ડ બેલ પર પ્રેક્ષકોને સીટ સાથે બાંધી રાખીને, તાળી પાડવા મજબૂર કરતા હતા. એક તરફ છેલ પરેશ જેવા સેટ ડિઝાઈનર હતા, તો બીજી તરફ વિનોદ જાની જેવા ડિરેક્ટર હતા. ગુજરાતી નાટક જોવા જવું એક સમયે શાન ગણાતું હતું, પરંતુ આજે જ્યારે ગુજરાતી ફિલ્મો કાઠું કાઢી રહી છે, ત્યારે ગુજરાતી નાટકો ક્યાં છે, એવો એક સ્હેજેય સવાલ થાય. દર્શકોનો એક એવો વર્ગ છે, જે નાટકો જોવા જાય છે, ઓડિટોરિયમ હાઉસફુલ કરી દે છે, પરંતુ બીજી તરફ હજીય બહુમતી એવા લોકો છે, જેમને આજકાલના નાટકના કલાકારો વિશે ખ્યાલ પણ નથી હોતો, તો આજની ગુજરાતી નાટક ઈન્ડસ્ટ્રી કે આજના નાટકો છે ક્યાં?

નાટકના કલાકારોને કેટલા પૈસા મળે?

આવો સવાલ થાય, ત્યારે અમે ગુજરાતી નાટક ઈન્ડસ્ટ્રીના કેટલાક દિગ્ગજો સાથે વાત કરી, અને જાણવાનો પ્રયત્ન કર્યો કે ગુજરાતી નાટકોની પરિસ્થિતિ કેવી છે. તો આજેય ગુજરાતી નાટકો થાય છે, હાઉસફૂલ પણ થાય છે, તાળીઓનો ગડગડાટ પણ થાય છે. એમાંય એક તરફ કમર્શિયલ ગુજરાતી નાટકો છે, બીજી તરફ એક્સપેરિમેન્ટલ થિયેટર પણ થઈ રહ્યું છે. વીજળી ધ મ્યુઝિકલ જેવા નાટકો જબરજસ્ત પ્રોડક્શન, દમદાર એક્ટિંગ અને વાર્તાના દમ પર બોક્સ ઓફિસ છલકાવી દે છે, તો મસાજ જેવા મોનોલોગ પણ નાના થિયેટર્સમાં ચાલે છે. પણ ગુજરાતી તરીકે આપણને સૌથી પહેલો સવાલ એ થાય કે નાટકોમાં તાળીઓ મળે એ તો ઠીક, એ કહો કે પૈસા કેટલા મળે? આ સવાલ અમે ખૂબ જાણીતા એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર સંજય ગોરડિયાને પણ પૂછ્યો, તેમણે કહ્યું કે,'

નાટકમાં કોને કેટલું પેમેન્ટ મળે, તે તેમના રોલ પર ડિપેન્ડ હોય છે.

જુદા જુદા કલાકારોને, જુદી જુદી ટીમના સભ્યોને જુદુ જુદુ મનેહતાણું મળતું હોય છે. મોટું મોટું કહીએ તો બેક સ્ટેજ કરતા કલાકારોને 1200થી 1500 રૂપિયા, લાઈટ્સનું કામ કરતા ટીમના લોકોને 1200થી 1400 રૂપિયા, મ્યુઝિશિયન્સને 1200થી 1500 રૂપિયા અને એક્ટર્સને 1200થી 10,000 સુધીના રૂપિયા પણ પર શૉએ મળતા હોય છે. અગેઈન, જેમની જેવી ભૂમિકા, જેમનું જેવું કામ એ પ્રમાણે આ મહેનતાણું બદલાતું રહેતું હોય છે.'

2

કેટલા દિવસો સુધી ચાલે રિહર્સલ?

હાસ્ય સમ્રાટ તરીકે ઓળખાતા સંજય ગોરડિયાનું એવું પણ કહેવું છે, એક નાટકની પાછળ આખી ટીમની મહેનત હોય છે. નાટકના રિહર્સલ 40 દિવસ અને કોઇક વાર તો 70 દિવસ પણ ચાલતા હોય છે. 'નાટકમાં સૌથી મહત્વનું છે ડાયલોગ. જે દર રિહર્સલમાં બદલાતા રહે છે. સંગીતકાર, લાઇટીંગ, કલાકારો આ બધાની મહેનત મળે છે ત્યારે એક નાટક પ્રેક્ષકોના દિલમાં વસે છે. તો આવી જ કઈક વાત વીજળી - ધ મ્યુઝિકલના ડિરેક્ટર અને ખૂબ જાણીતા એક્ટર અભિનય બેન્કર પણ કહે છે. તેમના કહેવા પ્રમાણે વીજળી નાટક નબતા 9 મહિનાનો સમય લાગ્યો હતો, જેમાં દોઢ મહિનો તો લાઈવ મ્યુઝિક સાથે રિહર્સલ થયા હતા. તો વેલકમ જિંદગી જેવા નાટકના રિહર્સલ 8થી 9 મહિના ચાલ્યા હતા, વળી કેટલાક નાટકો એવા પણ હોય, જેના રિહર્સલ ત્રણ મહિનામાં જ પૂરા થઈ જતા હોય છે.

3

મરાઠી, બંગાળીની સામે ક્યાં છે ગુજરાતી નાટકો?

જો કે, ગુજરાતી નાટકોની કે ગુજરાતી સાહિત્યની જ્યારે પણ વાત આવે, ત્યારે સરખામણી હંમેશા મરાઠી કે બંગાળી લોકો સાથે થાય છે. કે મરાઠી નાટકો વધારે બને છે, વધારે ચાલે છે, તો ગુજરાતી નાટકો કેમ નથી ચાલતા. હવે એવું જરાય નથી કે ગુજરાતી નાટકો નથી ચાલતા. મોટા ભાગના ગુજરાતી નાટકો હાઉસફૂલ જતા હોય છે, પરંતુ કદાચ ગુજરાતી નાટકોની ટિકિટ ફિલ્મોની સરખામણીએ થોડી મોંઘી હોય છે, એટલે ગુજરાતી પ્રજા પોતાનો ફાયદો જોતા નાટકોને બદલે ગુજરાતી ફિલ્મો કે એનાથીય આગળ વધીને હોલીવૂડ, બોલીવૂડની ફિલ્મો જોવાની વધારે પસંદ કરે છે. પણ, આ નાટકોની ટિકિટ 300, 500, 800, 1000 આટલી મોંઘી હોય છે કેમ? આટલી મોંઘી ટિકિટ એક મિડલ ક્લાસ પરિવાર કેવી રીતે ખર્ચી શકે?

4

કેમ મોંઘી હોય છે ગુજરાતી નાટકોની ટિકિટ?

આ મામલે અભિનય બેન્કરનું કહેવું છે કે,'એક નાટક બનાવવાનો ખર્ચ વધારે થાય છે. એમાંય જો નાટક વીજળી જેવું હોય તો ખર્ચ વધી જાય છે. માત્ર ઓડિટોરિયમનું ભાડું જ 70 હજાર જેટલું હોય છે, જે દરેક શોએ ભરવાનું થાય છે. વળી જેવો સેટ એવો ખર્ચો. ધારો કે આજ જાને કી ઝીદ ના કરો માં તમારે ટ્રેન અને પ્લેટફોર્મ બતાવવાનું છે, તો આ સેટ થોડો વધારે ખર્ચ માગી તેટલો છે. એટલે જ નાટકોની ટિકિટ મોંઘી હોય છે.' તો પછી મરાઠી નાટકો કેમ વધારે ચાલે છે. આ મામલે સંજય ગોરડિયાનું કહેવું છે કે ગુજરાતીમાંય વર્ષે 70થી 80 નાટકો તો બને જ છે. પણ મહારાષ્ટ્રમાં થોડા વધારે નાટકો બને છે. બીજી તરફ મયુર ચૌહાણ ઉર્ફે માઈકલનું કહેવું છે કે,'પહેલા એવું હતું કે બહુ ઓછા કલાકારો હતા તો સાથે નાટક માટેની સંસ્થા પણ બહુ ઓછી હતી. જોકે હવે સંસ્થા વધી છે, જેથી યુવાનો પણ વધારે નાટકમાં પ્રયોગ કરતા થયા છે. એટલે કોમર્શિયલ અને પ્રયોગિક નાટક બંને ચાલે છે. નાટકો તો વધારે જ થાય છે. ઉપરથી યુવા પેઢી હજી વધુ નાટકોમાં રસ લેતી થઈ છે.'

5

આ પણ વાંચો : કાકાના ઘરેથી નાસી ગયા હતા મનમોહનસિંહ... પછી ક્યારેય ન ગયા દાદાને ગામ, જાણો 'મોહના'ના જીવનના અજાણ્યા કિસ્સા

કમર્શિયલ વર્સિઝ એક્સપેરિમેન્ટલ થિયેટર

સાથે જ આજકાલ નાના થિયેટર્સ પણ ટ્રેન્ડિંગમાં છે. જેમ કે અમદાવાદમાં સ્ક્રેપયાર્ડ, રૈનબસેરા, પ્રયોગશાળા જેવા નાના થિયેટર્સ બની ચૂક્યા છે અને ચાલી રહ્યા છે. જ્યાં પાડાની પોળ, મસાજ જેવા અઢળક નાટકો ભજવાય છે. એકાંકી કે મોનોલોગ જેવા નાટકો માટે આ પ્રકારના નાના ઓડિટોરિયમ શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યા છે. એમાંય એક્સપેરિમેન્ટલ થિયેટર માટે તો આવા ઓડિટોરિયમ કે હોલ શ્રેષ્ઠ સાબિત થાય છે. રૈન બસેરાના માલિત દુષ્યંત મલિકના કહેવા પ્રમાણે,'યુવાનોમાં નાટકનો ક્રેઝ વધી રહ્યો છે, આજની યુવા પેઢી વધારે નવા પ્રયોગો કરતી રહે છે, એટલે હવે તો એક્સપેરિમેન્ટલ થિયેટર પણ હાઉસફૂલ જઈ રહ્યા છે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Drama Gujarati drama VTV Special
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ