બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 06:06 PM, 21 April 2020
ADVERTISEMENT
'રામાયણ'માં વિજય કવિશે ભગવાન શિવ, મહર્ષિ વાલ્મિકી અને રાવણના સસરાની ભૂમિકા ભજવી હતી. વિજય કવિશ 'રામાયણ'માં ભગવાન શિવ અને રાવણના સસરાની ભૂમિકામાં જોવા મળ્યા હતા, જ્યારે ઉત્તર રામાયણમાં મહર્ષિ વાલ્મિકી તરીકે જોવા મળ્યા હતા. રાવણના સસરા અને મહર્ષિ વાલ્મિકી બંને રોલમાં વિજયનો ચહેરો દાઢીથી ઢંકાયેલો હતો. જેથી તેમની ઓળખ કરવી મુશ્કેલ હતી.
ADVERTISEMENT
આ સીરિયલમાં વિજય કવિશનું મહર્ષિ વાલ્મિકીનું પાત્ર સૌથી મહત્વનું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે રામજીએ રાજધર્મનું પાલન કરતી વખતે માતા સીતાનો ત્યાગ કર્યો ત્યારે વાલ્મિકીએ જ સીતાને તેમના આશ્રમમાં આશ્રય આપ્યો હતો. આ જ આશ્રમમાં જ લવ કુશનો જન્મ થયો હતો.
મુંબઇમાં જન્મેલા કવિશના પિતા ડાયલોગ્સ રાઈટર હતા. જેથી આ ઇન્ડસ્ટ્રીમાં આવવું તેમના માટે સરળ હતું. તેમણે કારકિર્દીની શરૂઆત દૂરદર્શન પર પ્રસારિત સીરિયલ 'ઇધર ઉધર' થી કરી હતી. કવિશે રામાનંદ સાગરની સીરિયલ 'વિક્રમ બેતાલ' અને 'શ્રી કૃષ્ણ' માં પણ કામ કર્યું છે. આ સિવાય તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કવિશે 'અરમાન', 'ફૂલ' અને 'સલમા' જેવી ફિલ્મો કરી છે. જોકે, ઘણાં સમયથી તેઓ કોઈ સીરિયલ અથવા ફિલ્મમાં દેખાયા નથી.
રામાનંદ સાગરની 'રામાયણ'ના છેલ્લા એપિસોડ બાદ' ઉત્તર રામાયણ'નું પ્રસારણ શરૂ થયું છે. લવ કુશનો જન્મ 'ઉત્તર રામાયણ'માં જ બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, દૂરદર્શન પર જૂની સીરિયલ્સનું ફરી પ્રસારણ થવાથી કલાકારો ફરી લાઈમલાઈટમાં આવી ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.