actor Sonu Sood Ambulance Service Started In Hyderabad Actor Says Feeling Proud
બોલિવૂડ /
સોનુથી પ્રેરિત થઈને એક ચાહકે શરૂ કરી એવી જબરદસ્ત સેવા કે એક્ટર ખુદને રોકી ન શક્યો અને પહોંચ્યો ઉદઘાટન કરવા
Team VTV12:17 PM, 21 Jan 21
| Updated: 12:18 PM, 21 Jan 21
સોનુ સૂદ કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન સોનુ હજારો લોકોનો દેવદૂત બન્યો અને તેણે પોતાના ખર્ચે મજૂરોને તેમના વતન પહોંચાડવાનું નેક કામ કર્યું હતું. આ દરમિયાન તેણે મજૂરોના જમવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. ત્યારે હવે તેના એક ચાહકે તેના નામથી એમ્બુલન્સ સેવા શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયમાં લોકોનો મસીહા બનેલા સોનુ સૂદની ફેન ફોલોઈંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે. ત્યારે તેના સારાં કામથી પ્રેરિત થઈને તેના એક ચાહકે હૈદરાબાદમાં ફ્રીમાં આ સર્વિસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે શિવાએ સોનુના જ નામે આ સેવા શરૂ કરી છે.
સોનુ સૂદ કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન સોનુ હજારો લોકોનો દેવદૂત બન્યો હતો
સોનુ સૂદની ફેન ફોલોઈંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે
તેના સારાં કામથી પ્રેરિત થઈને એક ચાહકે હૈદરાબાદમાં ફ્રીમાં એમ્બુલન્સ સર્વિસ શરૂ કરી છે
શિવા પ્રોફેશનથી એક સ્વિમર છે, તેણે 100થી વધુ લોકોને આત્મહત્યા કરતા બચાવ્યા છે. એ પછી તે ઘણો ચર્ચામાં આવી ગયો. આ નેક કામ માટે તેને ડોનેશન પણ મળવા લાગ્યું. શિવાએ જે સર્વિસ શરૂ કરી છે તેનું નામ સોનુ સૂદ એમ્બ્યુલન્સ સર્વિસ રાખ્યું છે. જે સોનુ સૂદના નામે છે. તેનું ઉદ્ધાટન સોનુએ જ પોતે કર્યું છે. સોનુએ આ કામ માટે શિવાને અભિનંદન આપ્યા અને આવા સારાં કામ આગળ પણ કરતાં રહેવાનું કહ્યું.
શ્રીધર પિલ્લૈએ ટ્વિટ કરીને આ અંગેની તસવીરો શેર કરી છે. જેમાં લખ્યું છે- 'સોનુ સૂદના નામ પર 'સોનુ સૂદ એમ્બુલન્સ સર્વિસ' શરુ કરવામાં આવી છે. આ આંધ્રથી લઈને તેલંગાણા સુધી તે જરુરિયાતમંદ દર્દીઓ માટે તૈનાત રહેશે. જે લોકો મેડિકલ ફેસિલિટી અફોર્ડ નથી કરી શકતા એવા લોકો માટે આ સુવિધા છે.
આ એમ્બુલન્સના ઉદ્ઘાટન પર સોનુ સૂદ પણ પહોંચ્યો હતો. સોનુ સુદે આ બાબતને શેર કરતા લખ્યું છે કે, 'આપણું પહેલું સ્ટેપ અને હજુ તો ઘણું ચાલવાનું છે, થેંક્યૂ સર'
સોનુ સૂદ કોરોનાકાળમાં લોકોની મદદ કરવાના કારણે ફેન્સ ઉપરાંત અનેક લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂક્યો છે. સોનુએ વિદેશમાં ફસાયેલા લોકોને ઘરે પહોંચાડવામાં પણ મદદ કરી હતી. તેના આ કામના કારણે લોકો તેને ભગવાનની જેમ પૂજવા લાગ્યા છે. હાલમાં જ 20 ડિસેમ્બરના રોજ તેલંગાણાના સિદ્દીપેટમાં સોનુ સૂદ માટે એક મંદિર બનાવવામાં આવ્યું હતું. જ્યાં તેની મૂર્તિ લગાવવામાં આવી છે.