બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / PHOTOS: અભિનેતા સાહિલ ખાને બુર્જ ખલીફામાં કર્યા બીજા નિકાહ, બાર્બી ડોલ જેવી છે પત્ની
Last Updated: 09:23 PM, 14 February 2025
સ્ટાઇલ ફેસ એક્ટર સાહિલ ખાને લોકોને ચોંકાવી દીધા છે.ગ્લેમર ઇન્ડસ્ટ્રીને અલવિદા કહેનારા સાહિલ ખાને લગ્ન કરી લીધા છે.વેલેનટાઇન ડે ના ખાસ દિવસે એક્ટરે લગ્ન કર્યા છે.Xcuse Me જેવી ફિલ્મમાં નામના મેળવ્યા બાદ સાહિલ ખાને 9 ફ્રેબુઆરી 2025ના દિવસે તેની ગર્લ ફ્રેન્ડ મિલેના એલેક્ઝેન્ડ્રા સાથે લગ્ન કર્યા છે.દુનિયાની સામે તેમને એ વાતનુ એલાન કર્યું છે કે મિલેના તેમની હવે પત્નિ છે.
ADVERTISEMENT
સાહિલ ખાને વિશ્વની સૌથી બિલ્ડિંગમાં લગ્ન કર્યા
ADVERTISEMENT
આ પછી, આગળની પોસ્ટમાં, સાહિલ ખાને તેના લગ્ન સ્થળનો નજારો બતાવ્યો હતો. સાહિલ ખાન અને મિલેના એલેક્ઝેન્ડ્રાએ વિશ્વની સૌથી ઉંચી બિલ્ડિંગમાં તેમના સંબંધોને આગળ વધાર્યા છે. આજના વિશેષ દિવસ માટે આ બિલ્ડીગને કેવી રીતે ડેકોરેટ કરવામાં આવ્યું છે તે પણ સાહિલે બતાવ્યુ હતુ. આ પોસ્ટને શેર કરતાં અભિનેતાએ કહ્યું, 'લગ્ન થઇ ગયા, શુભેચ્છાઓ બદલ આભાર, બધા લોકોને વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ.
સહિલ ખાનની ભવ્ય લગ્નની ઝલક
અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નના ફોટા અને વીડિઓ શેર કર્યા હતા. લગ્ન કોઇ સમાન્ય જગ્યા પર નહીં પરંતુ દુબઇમાં સ્થિત બુર્જ ખલીફામાં હતા.દુબઇમાં થયેલા આ ભવ્ય લગ્નને જોઈને ચાહકોના પણ હોંશ ઉડી ગયા . એક વીડિઓમાં, દંપતીના લગ્નની કેક દેખાય છે. આ કેક, સફેદ ગુલાબ અને સુશોભિત ફૂલોથી સજ્જ છે. દંપતીનું નામ અને લગ્નની તારીખ પણ તેના પર લખવામાં આવી હતી. આ વીડિઓ પોસ્ટ કરીને, સાહિલ ખાને લખ્યું, 'મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ કેક
વધુ વાંચો: પ્રતિક બબ્બરે પ્રિયા સાથે કરી લીધા લગ્ન, તસતસતું ચુંબન કરી નવા
દંપતી વચ્ચે ઉંમરનો લાંબો તફાવત
સાહિલે તેની પત્નિના ફોટોશૂટની ઝલક બતાવી હતી. મિલેના એલેક્ઝેન્ડ્રા લગ્નના પોશાકમાં કોઈ પરી કરતા ઓછી દેખાતી નહોતી. તેમને જોઈને ચાહકો પણ દિલ દઇને બેઠા છે. સાહિલ ખાને તેના લગ્નમાં બ્લેક ટક્સીડો સૂટ પહેર્યો હતો. તેમની પોસ્ટ્સ જોયા પછી, ચાહકો દંપતીને લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. અમે તમને જણાવી દઇએ કે, દંપતી વચ્ચે 26 વર્ષનુ અંતર છે. જ્યારે અભિનેતા 48 વર્ષના છે, ત્યારે તેની પત્ની ફક્ત 22 વર્ષની છે. આ સહિલ ખાનના બીજા લગ્ન છે. અગાઉ, તેમના લગ્ન એક વર્ષમાં તૂટી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.