બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:43 PM, 14 October 2024
પ્રસિદ્ધ કોમેડિયન અને એક્ટર કોમેડિયન અતુલ પરચુરેનું 57 વર્ષની વયે મુંબઈમાં અવસાન થતાં ફિલ્મી જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી. તેઓ છેલ્લાં ઘણા સમયથી કેન્સરથી પીડિતા હતા, વચ્ચે તેમને સારુ થઈ ગયું હતું પરંતુ થોડા દિવસોથી કેન્સરે તેમને ફરી ભરડામાં લીધા હતા અને આજે તેઓ દુનિયા છોડીને ચાલ્યાં ગયાં છે. તેમના અવસાનથી ફિલ્મી જગતમાં શોકની લહેર દોડી ગઈ હતી.
ADVERTISEMENT
હિંદી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું
ADVERTISEMENT
અતુલ પરચુરેના જવાથી માત્ર મરાઠી જ નહીં પરંતુ હિન્દી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીને પણ ઊંડો ફટકો પડ્યો છે. તેણે કપિલ શર્મા શોમાં પોતાનો કોમેડી ટચ પણ ઉમેર્યો હતો. આ સિવાય તેમણે કોમેડી સર્કસ, યમ હૈ હમ, આરકે લક્ષ્મણ કી દુનિયા જેવી ઘણી હિટ સિરિયલો કરી છે. તેમણે તાજેતરમાં તેના નવા થિયેટર નાટક સૂર્યચી પિલ્લઈની જાહેરાત કરી હતી.
શાહરૂખ ખાન, સલમાન ખાન અને અજય દેવગનની ફિલ્મોમાં કામ કર્યું
ADVERTISEMENT
અતુલે હિન્દી સિનેમામાં પણ ઘણા મહત્વપૂર્ણ પાત્રો ભજવ્યા હતા. તેમણે શાહરૂખ ખાનની બિલ્લુ, સલમાન ખાનની પાર્ટનર અને અજય દેવગનની ઓલ ધ બેસ્ટમાં પોતાની કોમેડેથી બધાનું દિલ જીતી લીધું હતું. આ ઉપરાંત તેમણે ક્યૂંકી, સલામ-એ-ઈશ્ક, કલયુગ, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની અને ખિચડી જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
કપિલ શર્માના કોમેડી શોમાં પણ કામ કર્યું
ADVERTISEMENT
અતુલ પરચરે કપિલ શર્માનો કોમેડી શોમાં પણ લોકોને ખૂબ હસાવ્યાં હતા. તેઓ એક સારા ગજાના કોમેડિયન હતા. તેઓ તેમની પાછળ પત્ની અને પુત્રીઓ મૂકીને ગયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.