બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / શૂટિંગ પર જઈ રહેલા ટીવી અભિનેતાનું રોડ અકસ્માતમાં મોત, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Last Updated: 11:42 PM, 17 January 2025
TV સિરિયલ 'ધરતીપુત્ર નંદિની' ફેમ ઍકટર અમનનું રોડ અકસ્માતમાં મોત થઈ ગયું. તે બાઇકથી શૂટિંગ પર જઈ રહ્યો હતો. મુંબઈના જોગેશ્વરી હાઇવે પર ટ્રકે તેની બાઇકને ટક્કર મારી દીધી. તે હાઇવે પર પડી ગયો. આ ઘટનામાં તેનો જીવ જતો રહ્યો. એક્સિડન્ટના લગભગ 25-30 મિનિટમાં તેનું મોત થઈ ગયું.
ADVERTISEMENT
અમન જાયસવાલનો સંબંધ યુપીના બલિયાથી હતો. તે અભિનેતા બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યો હતો. પોતાની મહેનતથી તેને આ સપનાને હકીકત બનાવી હતી. જોકે આ માર્ગ અકસ્માતથી નાની ઉંમરમાં જ તેને જીવ ગુમાવવો પડ્યો. અમન માત્ર 23 વર્ષનો જ હતો. વર્ષ 2023માં નજારા TV ચેનલ પર 'ધરતીપુત્ર નંદિની' શો શરૂ થયો હતો. આ શોમાં અમનને પહેલી વાર લીડ રોલમાં રાખવામાં આવ્યો હતો. આની પહેલા તે 'ઉડારીયા' અને 'પુણ્યશ્લોક અહલ્યાબાઈ' ટીવી શોમાં નાના-નાના રોલમાં જોવા મળતો હતો. તે ઓડિશન માટે થતી સ્ક્રીન ટેસ્ટ માટે શૂટિંગ કરવા જઈ રહ્યો હતો.
ADVERTISEMENT
આ ફેમસ એક્ટ્રેસે આપ્યો 'ધરતીપુત્ર નંદીની' માં મોકો
'ઉડારિયા'માં કામ કરવા માટે અમન થોડા સમય માટે પંજાબના ચંડીગઢમાં પણ રહ્યો હતો. ત્યારે આ શો બાદ તે ફરી મુંબઈ પાછો આવી ગયો હતો. અને અહીં જ એક્ટિંગમાં કામ ચાલુ રાખ્યું હતું. લીડ રોલમાં એકટરને પહેલો મોકો TV નો ફેમસ શો 'રામાયણ' માં સીતાનું પાત્ર ભજવતી અભિનેત્રી દીપિકા ચીખલિયાએ આપ્યો હતો. તે 'ધરતીપુત્ર નંદિની' શો ની પ્રોડ્યુસર હતી.
વધુ વાંચો: ડીપ નેક ડ્રેસમાં નિક્કી તંબોલીનો કાતિલ અંદાજ, હોટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી
માં ને આપતો સક્સેસનું ક્રેડિટ
અમન પહેલાથી એક્ટર બનવા ઈચ્છતો હતો. જોકે, તેના પિતાની ચચા હતી કે તે IAS ઓફિસર, એન્જિનિયર કે ડૉક્ટર બને. તેના પિતા ઇચ્છતા હતા કે તે એક્ટર ન બને. જોકે, માંએ અમનનો સાથ આપ્યો અને તેના પિતાને સમજાવ્યા હતા. અમન વારંવાર પોતાની સફળતાનું ક્રેડિટ પોતાની માતાને આપતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.