બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Action will be taken against schools not teaching Gujarati in the state

કડકાઇ / હવે ગુજરાતી નહી ભણાવો તો આવી બનશે,શાળા સામે લેવામાં આવશે પગલા,સરકારના પ્રવક્તાએ જુઓ શુ કહ્યું,.

Dinesh

Last Updated: 05:35 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ગુજરાતી ન ભણાવતી શાળાઓને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું છે કે, ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી શાળાઓ સામે કડક પગલા લેવાશે

  • રાજ્યમાં ગુજરાતી ન ભણાવતી શાળાઓ સામે થશે કાર્યવાહી
  • ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી શાળાઓ સામે પગલા લેવાશે: પ્રવક્તા મંત્રી
  • ગુજરાતી ભાષા ભણાવવા બાબતે સાહિત્યકારોએ સરકારને કરી હતી રજૂઆત 


ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. જે નિર્ણય સંદર્ભે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુજરાતી ન ભણાવતી શાળાઓ સામે કાર્યવાહી થશે.

'ગુજરાતી ન ભણાવતી શાળાઓ સામે કાર્યવાહી થશે'
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગુજરાતી ભાષાને લઈ જણાવ્યું હતું કે, શાળાઓમા ગુજરાતી ભાષા ભણાવવા બાબતે સાહિત્યકારોની રજૂઆત મળી છે. તેમણે કડક ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી શાળાઓ સામે પગલા લેવાશે. તમને જણાવી દઈએ કે, ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા આદેશ કરાયો હતો જે બાદ પણ કેટલીક વિદ્યાલયો ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી જો કે, ત્યારબાદ હવે કાર્યવાહી સુધીનો દોર ચલાવવાની સરકારે તૈયારી બતાવી છે. 

ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે અરજી થઈ હતી.
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે જાહેર હિતની અરજી થવા પામી હતી. જે અરજીના આધારે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી હતી. ત્યારે કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવતા હોવાની અરજદારની રજૂઆત હતી.  ત્યારે આ મામલે હાઈકોર્ટ દ્વારા ગુજરાતી નહી ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે તે મામલે સરકારી વકીલને પૂછતા સરકારી વકીલે હાઈકોર્ટને કહ્યું હતું કે ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યું કરીશું.

સાહિત્યકારો શુ રજૂઆત કરી હતી
ગુજરાતી ભાષા માટે સાહિત્યકારોએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, સરકારે જીઆર કર્યો છે પણ કાયદો થયો નથી. ગુજરાતી ભાષાનુ શિક્ષણ અનિવાર્ય પણે થવુ જોઈએ. જો કે, જે સમગ્ર બાબતને લઈ સાહિત્યકારો મંત્રી ઋષિકેશ પટેલ અને વિનોદ રાવને મળ્યા હતા. તેમણે સ્પષ્ટ આક્ષેપો કર્યા હતા કે, ગુજરાતીને વિષય તરીકે જ ભણાવવામાં આવતો નથી.

 

સંકળાયેલા મુદ્દાઓ

Cabinet meeting decision Gujarat cabinet meeting rushikesh patel કેબિનેટ બેઠકના નિર્ણય ગુજરાતી ભાષા ફરજિયાત gujarat Cabinet Meeting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ