Action taken in case of AMTS bus driver being caught drunk on the job
કાર્યવાહી /
VIDEO: ડ્યુટી શરૂ થતાં પહેલા તંત્રએ કરી એવી કાર્યવાહી કે AMTS બસ ડ્રાઈવરો ચોંક્યા, વીડિયો વાયરલ થયા બાદ આજે એક્શન
Team VTV11:39 AM, 10 Dec 22
| Updated: 03:59 PM, 10 Dec 22
અમદાવાદમાં AMTSનો બસ ડ્રાઈવર નશો કરીને બેફામ ડ્રાઈવિંગ કરતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ આજે અમદાવાદ સારંગપુર AMTS ટર્મિનલ ખાતે ડ્રાઈવરોનું ચેકિંગ હાથ ધરાયું હતું.
અમદાવાદ સારંગપુર AMTS ટર્મિનલ ખાતે હાથ ધરાયું ચેકિંગ
AMCની વિજીલન્સ ટીમ દ્વારા ડ્રાઇવરોનું ચેકિંગ હાથ ધરાયું
તાજેતરમાં AMTS બસ ડ્રાઈવર ચાલુ ડ્યુટીએ નશો કરેલી હાલતમાં ઝડપાયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજીલન્સ ટીમ દ્વારા આજે અમદાવાદ સારંગપુર AMTS ટર્મિનલ ખાતે બસના ડ્રાઈવરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ડ્રાઈવરોનું બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ
ડ્રાઈવર ડ્યુટી શરૂ કરે તે પહેલાં જ બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. AMTSના ડ્રાઈવરનો રિપોર્ટ નિલ આવ્યા બાદ તેઓને બસ લઈને જવા દેવામાં આવ્યા હતા. નશામાં ધૂત ડ્રાઈવરનો વીડિયો વાયરલ થતાં AMC દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.
બસના ડ્રાઈવરનો વીડિયો થયો હતો વાયરલ
ઉલ્લેખનીય છે કે, AMTSની 49 નંબરની આદિનાથનગરથી ઘુમા ગામ રૂટની બસનો ડ્રાઇવર 50થી 60 જેટલા પેસેન્જર ભરેલી બસ લઈને નીકળ્યો હતો અને ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હતો. જેથી મુસાફરો આ અંગે જાણ થતાં તેઓએ જમાલપુર પાસે બસને ઉભી રખાવી હતી અને બસના ડ્રાઈવરનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયોને મુસાફરોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે બાદ આ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.