બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો એક્શન પ્લાન જાહેર
Last Updated: 06:53 PM, 6 February 2025
Gujarat Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ-10, ધોરણ-12ની મુખ્ય પરીક્ષા તા.27-02-2025થી શરૂ થનાર છે. પરીક્ષાના સંચાલન માટેના ઝોન મુજબ પરીક્ષા કેન્દ્રો, કેન્દ્રવાર પરીક્ષાર્થીઓ, બ્લોક બિલ્ડીંગની સંખ્યા, વિષયવાર નોંધાયેલ પરીક્ષાર્થીઓ વગેરે જેવી આંકડાકીય માહિતી અને જિલ્લા કક્ષાએ કરવાની કામગીરીની વિગતો સરળતાથી ઉપલબ્ધ થાય અને એકસૂત્રતા રહે તેમજ જિલ્લા કક્ષાએ પરીક્ષાનું આયોજન અને અમલીકરણ યોગ્ય રીતે કરી શકાય તે હેતુથી બોર્ડ દ્વારા “Action Plan” તૈયાર કરવામાં આવેલ છે. જે બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
ADVERTISEMENT
આ વર્ષે SSCE અને HSCEની પરીક્ષાઓ તા. 27-02-2025થી પ્રારંભ થનાર છે. આ પરીક્ષામાં કુલ 14.30 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે પ્રત્યેક પરીક્ષાર્થી ગે૨રીતિમુક્ત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ સર્વે સાથે મળીને પરીક્ષા સંચાલનનું કાર્ય સુવ્યવસ્થિતરૂપે પાર પાડી શકીએ તે માટે ઍક્શન પ્લાન મુખ્ય પરીક્ષા 2025 તૈયાર કરેલ છે.
ADVERTISEMENT
પ્રવર્તમાન સમયમાં શિક્ષણના વ્યાપમાં વધારો થતાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ નિયમિતરૂપે શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેઓ બોર્ડની પરીક્ષામાં નિયમિત પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ છે. તદ્ઉપરાંત જેઓ શાળામાં નિયમિતરૂપે અભ્યાસ કરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓ પણ આ જાહેર પરીક્ષામાં ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ છે.
આગામી મુખ્ય પરીક્ષા-2025ની પરીક્ષાના સુચારુ સંચાલન માટે સમગ્ર રાજ્યમાં SSCE માટે કુલ 87 ઝોન અને HSCE માટે કુલ-59 ઝોનની રચના કરવામાં આવેલ છે. જ્યારે SSCE માટે કુલ 989 કેન્દ્રો અને HSCE માટે કુલ 672 કેન્દ્રો જેમાંથી સામાન્ય પ્રવાહના 520 કેન્દ્રો અને વિજ્ઞાનપ્રવાહના 152 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.
રાજ્યમાં આ વર્ષે 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. જેને લઈ હવે માધ્યમિક શિક્ષણ બોર્ડે એક્શન પ્લાન જાહેર કર્યો છે. વાસ્તવમાં ધોરણ 10ની 27 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે. મહત્વનું છે કે, આ વર્ષે ધોરણ 10ની 8.92 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 82 હજાર 132 રિપીટર વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ધોરણ 10 અને 12ની પરીક્ષા 1661 કેન્દ્રો પર લેવાશે.
આ સાથે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 4.23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાશે. મહત્વનું છે કે, સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે.
વધુ વાંચો : પવનોની ગતિ વધશે, ખેતરોમાં ઉભો પાક ખરી જવાની શક્યતા, અંબાલાલની ચિંતાજનક આગાહી
1.15 લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે 14.28 લાખમાં 12 લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો 1.15 લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-10 અને 12ની પરીક્ષાના મળીને કુલ 14.28 લાખ વિદ્યાર્થી આ વખતે પરીક્ષા આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.