બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઈન્સ્ટાગ્રામ પર ખરાબ કમેન્ટ કરવા પર એક્શન, નવું ફીચર આ રીતે કરશે આ કામ

ટેક્નોલોજી / ઈન્સ્ટાગ્રામ પર ખરાબ કમેન્ટ કરવા પર એક્શન, નવું ફીચર આ રીતે કરશે આ કામ

Last Updated: 10:08 PM, 15 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્સ્ટાગ્રામ વખતો વખત નવા નવા અપડેટ અને ફિચર્સ લાવતું રહે છે. અત્યારે તે એક ફીચર પર કામ કરી રહ્યું છે જેનાથી યુઝર્સને ખરાબ અને ગંદી કૉમેન્ટને ડિસલાઈક કરવાની સુવિધા મળશે.

ઇન્સ્ટાગ્રામ એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેનો ઉપયોગ વિશ્વભરના કરોડો લોકો કરે છે. આ એપથી ફોટો, વીડિયો અને રીલ્સ શેર કરી શકાય છે. કંપની સમયાંતરે તેના યુઝર્સ માટે નવા નવા ફિચર્સ પણ લાવતી રહે છે. અત્યારે કંપની વધુ એક ફીચરનું ટેસ્ટ કરી રહી છે, જે યુઝર્સને કોમેન્ટ્સને ડિસલાઈક કરવાની સુવિધા આપશે. ચાલો જાણીએ આ નવા ફીચર વિશે.

  • કૉમેન્ટ ડિસલાઈકનું ફીચર
    ઇન્સ્ટાગ્રામ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને તેમને ન ગમતી કૉમેન્ટને ડિસલાઈક કરવાની પરમિશન આપશે. જેથી યુઝર્સ કોઈપણ કૉમેન્ટ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી શકશે. જો કોઈ યુઝર કોઈ કોમેન્ટને ડિસલાઈક કરે છે તો કોઈને તેના વિશે ખબર નહીં પડે. કૉમેન્ટ કરનાર યુઝર્સને પણ આ વિશે ખબર નહીં પડે. આ ફીચર યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
  • આ ફીચરથી શું થશે?
    અત્યારે પોસ્ટમાં આવેલી કોમેન્ટ્સને પોસ્ટની નીચે બતાવવામાં આવે છે. આ સુવિધાની મદદથી કૉમેન્ટ પર મળેલા પ્રતિભાવના આધારે કંપની નક્કી કરશે કે કોમેન્ટ કયા ક્રમમાં બતાવવી. એનો અર્થ એ કે જો કોઈ કોમેન્ટ ઘણી વખત ડિસલાઈક કરવામાં આવી હોય તો તે કોમેન્ટ સેક્શનના તળિયે બતાવવામાં આવશે. આ ફીચરથી યુઝર્સ કોઈપણ કૉમેન્ટ પર પોતાની ફિડબેક આપી શકશે.

વધુ વાંચો : ગૂગલ મેસેજીસમાં નવું ફિચર, યુઝર્સ WhatsApp વગર જ કરી શકશે વિડીયો કોલ, જાણો કેવી રીતે

ઉલ્લેખનીય છે કે, આ અંગે ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ જણાવ્યું કે આ ફીચરને કૉમેન્ટ એક્સપીરિયન્સને બેહતર બનાવવા માટે તેને લાવવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી જો કોઈ વ્યક્તિ કોઈ યુઝરની પોસ્ટ પર ખરાબ કે ગંદી કૉમેન્ટ કરે છે અને તેની કૉમેન્ટ અનેક વખત ડિસલાઈક થાય તો તેની કૉમેન્ટ સૌથી નીચે બતાવવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Instagram Dislikes New Features
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ