બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દસાડા-પાટડી રોડ ઉપર PSI અકસ્માત કેસની તપાસ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોપાઈ

કાર્યવાહી / દસાડા-પાટડી રોડ ઉપર PSI અકસ્માત કેસની તપાસ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોપાઈ

Last Updated: 10:27 PM, 8 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરનાં દસાડા-પાટડી રોડ પર દરોડા દરમ્યાન પીએસઆઈ મોતનાં કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ અમદાવાદ ગ્રામ્ય એલસીબીને સોંપવામાં આવી છે.

સુરેન્દ્રનગરનાં દસાડા-પાટડી રોડ પર દરોડા દરમ્યાન પીએસઆઈનાં મોત કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસની તપીસ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલનાં પીએસઆઈ જાવિદ પઠાણનું અકસ્માતમાં નિધન થયું હતું. બુટલેગર પર દરોડા દમ્યાન પીએસઆઈ ના મોતની તપાસ સુરેન્દ્રનગર એલસીબી પોલીસ પાસેથી છીનવાઈ લેવામાં આવી છે. ગુજરાતનાં ડીજી દ્વારા અમદાવાદ ગ્રામ્ય પોલીસને તપાસ સોંપાઈ છે. બુટલેગરને પકડવા દરમ્યાન ટ્રકની અડફેટે પીએસઆઈ જાવીદ પઠાણનું મોત થયું હતું.

ક્યારે બન્યો બનાવ

મળતી માહિતી મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ આજરોજ એટલે કે તારીખ 5 નવેમ્બરના રોજ વિરમગામ પાસે દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા તે દરમિયાન ગાડી ચાલકે તેમના પર બેફામ રીતે ગાડી ચડાવી દીધી હતી. જેના કારણે PSI જે.એમ. પઠાણને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું છે.

માથામાં ગંભીર ઇજા થતા મોત

પીએસઆઇ મોડી રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ દસાડાથી પાટડી રોડ પર કઠાડા ગામ પાસે હતા. તે દરમિયાન તેમને દારૂની બાતમી મળી હતી. જેને લઇ તેઓ બુટલેગરોને પકડવા માટે એસએમસી ની ટીમના માણસો સાથે રોડ બ્લોક કરીને ઉભા હતા. આ દરમિયાન પાટડી તરફથી ક્રેટા કાર ટેલર ની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાઇ ન હતી, આ વખતે ટેલરના પાછળના ભાગે SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી તેમની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાઈ ગયા હતા. જેમાં માથામાં ગંભીર ઇજા થતા તેમનુ મૃત્યુ નિપજ્યું હતુ.

વધુ વાંચોઃ 12મીએથી લીલી પરિક્રમા, શ્રદ્ધાળુઓની સગવડ માટે કલેક્ટર એક્ટિવ, આપ્યાં મોટા આદેશ

બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા હાલ આ અંગે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. આ બુટલેગર કોણ હતો તથા ક્યાંથી દારૂ ભરી લાવીને ક્યાં લઈ જઈ રહ્યો હતો તે મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PSI Javed Pathan Ahmedabad Rural Police Ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ