છેલ્લા બે વર્ષમાં આવા અધિકારીઓ સામે અપીલ કર્યા બાદ 99 અધિકારીઓને માહિતી ન આપવા બદલ 2 હજારથી લઈને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો
99 અધિકારીને 9 લાખનો દંડ કરાયો
2 હજારથી લઈને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો
માહિતી આયોગને વર્ષ 2021-22માં કુલ 7769 અરજીઓ મળી હતી
નાગરિકો સરકાર પાસેથી જાણકારી મેળવવા માટે માહિતી અધિકારના કાયદા એટલે કે RTI નો ઉપયોગ કરે છે પણ ઘણી વખત એવું બને છે કે સરકારી અધિકારીઓ દ્વારા પૂરતી માહિતી પૂરી પાડવામાં આવતી નથી. એવામાં છેલ્લા બે વર્ષમાં આવા અધિકારીઓ સામે ફરિયાદ કર્યા પછી 99 અધિકારીઓને માહિતી ન આપવા બદલ 2 હજારથી લઈને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે આ 99 અધિકારીઓ પાસેથી કુલ દંડની રકમ 8.90 લાખ રૂપિયા વસૂલવામાં આવી છે.
ગુજરાત માહિતી આયોગને વર્ષ 2021-22 દરમિયાન 6833 અપિલ અને 936 ફરિયાદ સાથે કુલ 7769 અરજીઓ મળી હતી અને વર્ષ 2020-21માં 6830 માટે અપીલ-ફરિયાદ મળી છે. આયોગને મળેલી અરજીઓ પૈકી 7435 અપીલ-ફરિયાદનો ચુકાદો આપ્યો છે જ્યારે 334 અરજીઓનો નિકાલ બાકી છે.