એસિડ એટેક અથવા કોઇ પણ મોટી ઘટનાના કારણે શરીરનાં અંગ ગુમાવનારને ઉપચાર બાદ પહેલાં જેવાં ચહેરો અને વ્યક્તિત્વ મળી શકશે. ઇલાજ માટે વિદેશ જવાની કે મોંઘી સર્જરી કરાવવાની પણ જરૂર નહીં પડે.
ચંડીગઢના સેક્ટર-૩૧ સ્થિત સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓર્ગેનાઇઝેશન (સીએસઆઇઓ) અને સીએસઆઇઆરની લેબમાં ખાસ એક્સિડેન્ટલ પેશન્ટ માટે થ્રીડી પ્રિન્ટેડ પેશન્ટ સ્પેસિફિક મેડિકલ ઇમ્પ્લાન્ટ ટેક્નિક વિકસાવાઇ છે, તેનાથી આ દુર્ઘટનામાં ઘાયલ લોકોનાં ખરાબ અંગોને ફરી વખત વિશેષ ટેક્નિકથી પહેલાં જેવાં બનાવીને ઇમ્પ્લાન્ટ કરી શકાશે.
Source : Google Maps
સીએસઆઇઓ દ્વારા તૈયાર કરાયેલી ટેક્નિકમાં એક્સિડન્ટ પીડિતો માટે ઉપરની સ્કિન નહીં, પરંતુ તેના બેઝને પણ બદલી શકાશે. જો ચહેરાનો એક ભાગ તૂટી ગયો હોય તો બીજા હિસ્સાને પણ પહેલાં જેવો બનાવી દેવાશે. સીએસઆઇઓના સિનિયર સાયન્ટિસ્ટ ડો. વિજયકુમાર મીના દ્વારા વિકસાવેલી આ ટેક્નિકથી ઇલાજમાં વિદેશ કરતાં ત્રણ ગણો ઓછો ખર્ચ આવશે.
3D પ્રિન્ટિંગ વડે નવા ભાગો ઈમ્પ્લાન્ટ કરી શકાશે (Source : BioLife4D)
પીજીઆઇ સહિત અન્ય મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં આ ટેક્નિકનો સફળ પ્રયોગ થઇ રહ્યો છે. ડો. સેનીએ જણાવ્યું કે દેશમાં હજારો લોકો અકસ્માતના કારણે પોતાના શરીરનાં કેટલાંક અંગ ગુમાવી દે છે. આ ટેક્નિકથી તેઓ પહેલાં જેવો આત્મવિશ્વાસ પાછો લાવી શકશે અને પહેલાં જેવી જિંદગી જીવી શકશે.