હવે અચલેશ્વર મહાદેવના દર્શન પણ થશે ઓનલાઇન, જાણો કેવી રીતે

By : krupamehta 11:58 AM, 09 August 2018 | Updated : 11:58 AM, 09 August 2018
રિયાસતકાલીન શ્રી અચલેશ્વર મહાદેવ મંદિર શહેરના પ્રસિદ્ધ શિવાલયોમાંથી એક છે. અહીંયા દરરોજ સેંકડો લોકો દર્શન કરવા આવે છે. તો શ્રાવણ મહિનામાં લાખો લોકોની સંખ્યામાં પહોંચે છે. ઘણી વખત વધારે ભીડના કારણે ઘણા બધા ભક્ત લાઇનમાં ઊભા રહેવાની હિમ્મત રાખતા નથી અને દૂરથી દર્શન કરીને પાછા ફરે છે. 

પરંતુ હવે મંદિર સમિતિએ ભક્તોની પરેશાનીને દૂર કરવાનો નિર્ણય કર્યો છે. ભક્તોને હવે બાબાના દર્શન ઓનલાઇન પોતાના મોબાઇલ અથવા કોમ્પ્યૂટર પર લાઇવ થઇ શકશે.  બાબાના ભક્ત શિરડીના સાંઇ બાબા અને ઉજ્જૈનના મહાકાલની તર્જ પર સવારે અને સાંજે થનારી આરતીને પણ લાઇવ પોતાના ઘરે બેસીને જોઇ શકશે. એના માટે એમને મંદિર આવવાની જરૂર પડશે નહીં. એની સાથે જ અચલેશ્વર મહાદેવ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ અને દરેક કાર્યક્રમોની જાણકારી પણ ઓનલાઇન પ્રાપ્ત થઇ શકશે. ભગવાનના ભક્તો માટે આ વ્યવસ્થા જલ્દીથી લાગૂ થનારી છે. 

ભગવાન ભોલેનાથના ઓનલાઇન દર્શન માટે અચલેશ્વર મહાદેવ મંદિરના નામથી પેજને લાઇક કરવાનું રહેશે. ત્યારબાદ સવાર સાંજ આરતીમાં સામેલ થઇ શકશે. મંદિરના પેજ પર આ ઉપરાંત મંદિરની શરૂઆતથી લઇને આજ સુધીની સંપૂર્ણ ઐતિહાસિક જાણકારી રહેશે. Recent Story

Popular Story