બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:38 PM, 5 August 2024
અત્યાર સુધી આપણે બધાએ ઘણા શિવ મંદિરોના મહત્વ વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે. સાથે જ અનેક શિવ મંદિરની મુલાકાતો પણ લીધી હશે અને એ મંદિરોમાં અલગ અલગ શિવલિંગ અને શિવની મૂર્તિ જોઈ હશે. પણ શું તમે ક્યારેય એવા મંદિર વિશે સાંભળ્યું છે જ્યાં ભગવાન શિવની નહીં પરંતુ ભગવાન શિવના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ મંદીર ક્યાં આવેલું છે.
ADVERTISEMENT
આ અનોખુ શિવ મંદિર ગુજરાતની પાસે આવેલ માઉન્ટ આબુમાં આવેલું છે. આ મંદિરનું નામ છે અચલેશ્વર મહાદેવ મંદીર, આ મંદિરમાં ભગવાન શિવના જમણા પગના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. આ મંદિર માઉન્ટ આબુથી લગભગ 11 કિલોમીટર દૂર અચલગઢ ગામમાં અચલગઢ કિલ્લા પાસે આવેલું છે. એટલે હવે જ્યારે પણ માઉન્ટ આબુ ફરવાની યોજના બનાવો છો, ત્યારે આ મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો.
ADVERTISEMENT
આ એક એવું મંદિર છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની વિશેષતા માટે પ્રખ્યાત છે. આ અચલેશ્વર મહાદેવ મંદિર છે જે પોતાની અનોખી વિશેષતા માટે જાણીતું છે. આ સ્થાન પર ભગવાન શિવના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે અને તે ખૂબ જ લકી માનવામાં આવે છે.
આ મંદિરને લઈને એવી માન્યતા છે કે આ સ્થાન પર ભગવાન શિવનો અંગૂઠો છે એટલા માટે માઉન્ટ આબુના પહાડો તેમના સ્થાન પર હાજર છે. જો તે ન હોય તો પર્વતો પણ સ્થિર ન હોત. આટલું જ નહીં એમ પણ કહેવાય છે કે આ મંદિરમાં એક શિવલિંગ છે જે દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે. આ શિવલિંગ સવારે લાલ, બપોરે કેસરી અને રાત્રે કાળું દેખાય છે.
અચલેશ્વર મંદિરનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે અને એવું કહેવાય છે કે વર્ષ 1979 માં, સિરોહીના ક્રાઉન પ્રિન્સે ચૂનાના સ્તર હેઠળ આરસ જેવું કંઈક જોયું અને આ બાબતે તપાસ કરવા કહ્યું. કલાકારોએ કાળજીપૂર્વક ચૂનાના સ્તરને સ્તર દ્વારા દૂર કર્યું અને ચૂનાથી ઢંકાયેલું ભવ્ય સ્થાપત્ય પ્રગટ થયું. મંદિરના ગર્ભગૃહના પુનઃસંગ્રહ દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે તે ઇંટોથી નહીં પરંતુ આરસના વિશાળ બ્લોકથી બાંધવામાં આવ્યું હતું અને વધુ ખોદકામ પર ગર્ભગૃહની આસપાસ એક રસ્તો મળી આવ્યો હતો, જે હિન્દુ રિવાજ મુજબ પરિક્રમા માટે હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.