બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:19 PM, 13 October 2024
NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, હત્યાના એક દિવસ બાદ પોલીસ સૂત્રોએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે હાલમાં ફરાર થયેલા શિવ કુમારે સૌથી પહેલા બાબા સિદ્દીકી પર ફાયરિંગ કર્યું હતું ત્યાર બાદ બીજા આરોપીઓએ ગોળી ચલાવી હતી. ફાયરિંગ સમયે ચારમાંથી ત્રણ આરોપીઓ હાજર હતા જ્યારે ચોથો આરોપી મોહમ્મદ જશિન અખ્તરે તેમને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો.
ADVERTISEMENT
𝕄𝕌𝕄𝔹𝔸𝕀 | Baba Siddiqui murder case has taken a significant turn with the arrest of two suspects, Karnail Singh from Haryana and Dharamraj Kashyap from Uttar Pradesh. According to Mumbai Police, these individuals conducted reconnaissance of the NCP leader's house and office… pic.twitter.com/V8pg0uzTR3
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) October 13, 2024
આંખમાં મરીનો પાઉડર નાખીને હતો હત્યાનો પ્લાન
ADVERTISEMENT
આરોપીઓએ NCP નેતાની આંખમાં મરીનો સ્પ્રે છાંટીને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ તેમની સાથે મરીનો સ્પ્રે લાવ્યા હતા પરંતુ મરીનો સ્પ્રે છાંટે તે પહેલા શિવાએ ગોળી ચલાવી દીધી હતી. કારણ કે સ્પ્રે ધરમરાજ કશ્યપ (બીજો આરોપી) પાસે હતો.
#WATCH | Maharashtra: Visuals of Zeeshan Siddiqui, son of NCP leader Baba Siddiqui at Lilavati Hospital, in Mumbai.
— ANI (@ANI) October 12, 2024
Baba Siddiqui succumbed to bullet injuries at Lilavati Hospital. Mumbai police has arrested two people in the murder case. pic.twitter.com/mdIitJ1j09
કેવી હતી બાબા સિદ્દીકીની સુરક્ષા
બાબા સિદ્દીકીને કોઈ ખાસ કેટેગરીની સુરક્ષા નહોતી, પરંતુ સુરક્ષા માટે ત્રણ કોન્સ્ટેબલ તેની સાથે રહેતા હતા. ગઈ કાલે ફાયરિંગ વખતે પણ 3 કોન્સ્ટેબલો તેમની સાથે હતા તેમ છતાં પણ તેઓ બાબાની રક્ષા કરી શક્યા નહોતા.
કેટલા છે આરોપીઓ
બાબા સિદ્દીકી હત્યાકાંડમાં 4 આરોપીઓ છે જેમાંથી પોલીસે ગુરમેલ સિંહ અને ધરમરાજ કશ્યપ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. શિવા કુમાર અને મોહમ્મદ જશિન અખ્તર નામના બે આરોપીઓ ફરાર છે અને તેમને પકડવા માટે મુંબઈ પોલીસે 10 ટીમો બનાવી છે. આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ અને 28 કારતૂસ મળી આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT