Accused in Tihar Jail in Paper Leak: The one who gambled with the future of millions of youths is fond of luxury cars
પેપરલીક અપડેટ /
તિહાડ જેલમાં રહી ચૂક્યો છે પેપરલીકનો આરોપી: લાખો યુવાનોના ભવિષ્ય સાથે ખેલ કરનારને વૈભવી કારોનો શોખ
Team VTV03:34 PM, 29 Jan 23
| Updated: 03:56 PM, 29 Jan 23
આ રહ્યો 9 લાખ વિધાર્થીના ભવિષ્ય બગાડનાર ગુનેગાર, 9 વર્ષથી એડમિશનની દુનિયામા મોટુ નામ, એટીએસ કરી રહી છે પુછપરછ, થશે ચોકાવનારા ધટસ્ફોટ
જુનિયર ક્લાર્ક પેપરલીક મુદ્દે મહત્વનો ઘટસ્ફોટ
બાયડના આરોપી કેતન બારોટ મુદ્દે સામે આવ્યો ખુલાસો
બોગસ એડમિશન મુદ્દે જેલની હવા ખાઈ ચુક્યો છે કેતન બારોટ
દિલ્લીની તિહાડ જેલમાં પણ રહી ચુક્યો છે આરોપી કેતન
વૈભવી કારનો શોખીન છે કેતન બારોટ
દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ચલાવે છે ગોરખધંધા
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ચોંકવનારા ખુલાસા થઇ રહ્યાં છે. આંતરરાજ્ય ગેંગ દ્વારા પેપરલીક કરવામાં આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ વિવિધ રાજ્યોના હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર શેખર અને પ્રદીપ નાયક છે. પેપરલીકમાં કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીનું પણ નામ સામે આવ્યું છે. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરીની સંડોવણી સામે આવી છે. વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા ક્લાસીસ પર મોડી રાત્રે ATSની ટીમ ત્રાટકી હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
પેપરલીક કાંડ આરોપી કેતન બારોટ ફાઇલ તસવીર
જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ
જુનિયર ક્લાર્ક પેપર લીકને લઈ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે બાયડના આરોપી કેતન બારોટ ની કુંડળી સામે આવી છે. વૈભવી કારોના શોખીન કેતન બારોટ હાલ પોલીસ ગિરફ્તમાં છે. મહત્વનું છે કે, 9 વર્ષથી એડમિશનની દુનિયામાં કેતન બારોટ નું મોટું નામ છે. મહત્વનું છે કે, બોગસ એડમિશન મામલે કેતન બારોટ જેલમાં રહી ચુક્યો છે આ સાથે આ આરોપી દિલ્હીની તિહાડ જેલમાં પણ રહી ચુક્યો છે.
વૈભવી કારોનો શોખીન કેતન બારોટ
અગાઉ પણ પેપરલીક કાંડનો આરોપી કેતન બારોટ જેલમાં રહી ચૂક્યો છે. મહત્વનું છે કે, હાલ વૈભવી કારોનો શોખીન કેતન બારોટ હાલ પોલીસ ગિરફ્તમાં છે. મહત્વનું છે કે, દિશા ઇંજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધા ચાલી રહ્યા હોવાનું અને બાયડ અને અમદાવાદ ખાતે પણ આ કેતન બારોટ સંપત્તિ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. જોકે હાલમાં સમગ્ર મામલે ગુજરાત એટીએસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
પેપરલીક કાંડ આરોપી કેતન બારોટ ફાઇલ તસવીર
શું છે સમગ્ર મામલો?
આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જાહેર કર્યો પરિપત્ર
જેમાં જણાવ્યા પ્રમાણે જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.29- 1- 2023 (રવિવાર)ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. 29-01-2023ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેની પાસેથી ઉપરોક્ત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોક્ત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.29-01-2023ના રોજ સવારે 11-00 કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ દ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે.