Accused in Odhav massacre in Ahmedabad made shocking revelations to the police
ખુલાસો /
ઓઢવ હત્યાકાંડ : પત્નીને સરપ્રાઈઝનું કહી આંખે પાટા બાંધી પતાવી દીધી, હવે સંતાનોનું કોઈ નહીં એવું વિચારી તેમની પણ હત્યા કરી
Team VTV02:08 PM, 31 Mar 22
| Updated: 02:09 PM, 31 Mar 22
અમદાવાદના ઓઢવમાં પત્ની, દીકરા-દીકરી સહિત 4 લોકોની હત્યા કેસમાં આરોપીએ પોલીસ સમક્ષ મોટો ખુલાસા કર્યા છે.
અમદાવાદના વિરાટનગરમાં 4 હત્યાનો કેસ
આરોપી વિનોદ મરાઠીનો કર્યા ચોંકવનારા ખુલાસો
પત્નીના આડા સંબંધના કારણે કરી હત્યા
અમદાવાદના ઓઢવ હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. આરોપી પતિએ આડાસંબંધના કારણે પત્ની સહિત 4 લોકોની હત્યાને અંજામ આપાયો છે.
પોલીસ પૂછપરછમાં વિનોદ મરાઠીએ કર્યો ચોંકવનારો ખુલાસો
આરોપી વિનોદ મરાઠીએ ક્રાઈમબ્રાંચની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, આરોપીએ જણાવ્યું કે તેની પત્નીના બે વર્ષથી આડા સંબંધ હતા.અને તેનો દીકરો પત્નીને અન્ય કોઈ સાથે જોઈ જતાં તેને પિતાને જાણ કરી હતી.ત્યારબાદ 26 માર્ચે હત્યાનો પ્લાન ઘડ્યો હતો. આરોપી સાંજે ઘરે આવ્યો હતો અને દીકરાને શિખંડ લેવા અને દીકરીને તમાકુ લેવા માટે દુકાને મોકલ્યા હતા.
પત્નીને સરપ્રાઈઝ આપવાનું કહીને આંખે પાટો બાંધીને છરી મારી હતી
ત્યાર બાદ પત્નીને સરપ્રાઈઝ આપું છું તેમ કહી આંખે પાટો બાંધીને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. બીજી તરફ દીકરો અને દીકરી ઘરે આવતા પિતાને જોઈ ગયા. જેથી પિતાએ બન્નેની હત્યા કરી હતી. આ ઉપરાંત આરોપીની વડ સાસુ જે તેની પત્નીને ચઢાવતી હતી. જે મામલે તેની પણ હત્યા કરી હતી અને સાસુની હત્યા કરવા છરી મારી હતી.
વડ સાસુ પત્નીને ચઢાવતી હોવાથી તેની હત્યા કરી હતી
જોકે અફસોસ થઈ જતાં સાસુને સામાન્ય છરીનો ઘા મારી જીવિત છોડી દીધી હતી. ત્યારબાદ આરોપી સુરત ફરાર થઈ ગયો હતો અને બાદમાં પરત પોતાની પત્નીના પ્રેમીની હત્યા કરવા માટે અમદાવાદ આવ્યો હતો. જો કે,એસ.ટી.બસ ડેપોથી જ તે પરત ઈન્દોર જતો રહ્યો હતો.
પત્નીના પ્રેમીની હત્યાનું પણ ષડયંત્ર રચ્યું હતું
મહત્વનું છે કે, પોલીસ તેને શોધતી હોવાથી તે ઈન્દોર ફરાર થઈ ગયો હતો. જોકે ત્યાંથી તે પરત ફરી રહ્યો હતો ત્યારે પોલીસના સકંજામાં આવી ગયો. પોલીસે જણાવ્યું કે આરોપીએ નશાની હાલતમાં હત્યાને અંજામ આપ્યો નથી. આરોપીએ પ્રિપ્લાન બનાવીને આ હત્યાને અંજામ આપ્યો હતો. દીકરા-દીકરીની હત્યા તેના જેલમાં જવા પછી કોણ સાચવશે તેમ વિચારીને કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના ડી.પી.ચુડાસમાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આરોપી વિનોદ મરાઠીને લોકેશનના આધારે પોલીસ મધ્યપ્રદેશના ઈન્દોરથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપવા માટે જુદી-જુદી ગાડીઓને સર્ચ કરતાં ST બસમાંથી મળી આવ્યો હતો. આરોપી જાણતો હતો કે, તેની પત્નીને છેલ્લા બે વર્ષથી અનૈનિક સબંધો છે. હત્યાના દિવસે તેણે પત્નીને સરપ્રાઈ આપવાનું કહી આંખે પાટો બાંધી છરી મારી હતી. આ સમયે તેના દીકરા અને દીકરી આવી જતા તેમની પણ હત્યા કરી હતી આ ઉપરાંત વડ સાસુ વધુ ચઢાવતી હતી જેથી તેની પણ હત્યા કરી હતી