બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના સોલા બ્રિજ હિટ એન્ડ રન કેસમાં આરોપીની ધરપકડ, ઘટનામાં મહિલા ગુમાવ્યો જીવ
Last Updated: 11:28 PM, 17 September 2024
થોડા દિવસ અગાઉ અમદાવાદમાં એસ.જી હાઇવેના સોલા બ્રિજ પર કાર ચાલકે પૂરપાટ ઝડપે ગાડી હંકારીને ટુ વ્હીલર ચાલકને ટક્કર મારી હતી. આ ઘટનામાં ટુ વ્હીલર પર સવાર મહિલાનું મૃત્યુ થયુ હતુ. ત્યારે આરોપી કાર ચાલક 15 સપ્ટેમ્બરે અકસ્માત કરી ફરાર થયો હતો.
ADVERTISEMENT
ત્યારે આ ઘટનાને લઇ પોલીસ તપાસ આદરી હતી અને બે દિવસ બાદ સોલા બ્રિજ પર અકસ્માત કરનારા આરોપીની ધરપકડ કરી હતી. જેમાં આરોપી શ્લોક પટેલ પોલીસના સકંજામાં આવ્યો હતો. આરોપીને પકડી પોલીસે વધારે કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ 25 વર્ષીય આરોપી શ્લોક નારણપુરાનો રહેવાસી છે. હાલ તે ખાનગી કંપનીમાં એચ.આર રિક્રુટમેન્ટ તરીકે નોકરી કરે છે. જે તારીખ 15 સપ્ટેમ્બરના દિવસે ગાડીને પૂરપાટ ઝડપે હંકારીને જઇ રહ્યો હતો તે દરમિયાન કાબુ ગુમાવતા અન્ય વાહનને ટક્કર મારી હતી. હાલ પોલીસે કાર કબ્જે લઈ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.