બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જમાવટ, ભરૂચ અને અમરેલીમાં ધોધમાર ખાબક્યો

વરસાદી માહોલ / સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જમાવટ, ભરૂચ અને અમરેલીમાં ધોધમાર ખાબક્યો

Last Updated: 06:57 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં અમુક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. વરસાદી માહોલ છવાતા લોકોએ બફારાથી કંઈક અંશે રાહત મેળવી હતી.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. કાળા ડિબાગ વાદળો સાથે વાતાવરણ વરસાદીમય બન્યું છે. બપોરના સમયે સુરતના જુદા જુદા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભારે બફારો વર્તાઈ રહ્યો હતો. શહેરમાં બફારા વચ્ચે બપોરના સમય અચાનક ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરે છે.

બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ

બોટાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. બોટાદનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદનાં આગમનને લઈ બોટાદનાં શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી.

ભરૂચમાં વરસાદનું આગમન

હવામાન વિભાગની આગાહીને લઈને ભરૂચમાં વરસાદનું આગમન થયું છે. શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ બાદ આજે મેઘરાજાએ પધરામણી કરી છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.

ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા

અમરેલીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અમરેલી જીલ્લામાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાંભા, બાબરા બાદ રાજુલા પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. ડુંગર, કુંભારીયા, દેવકા, માંડરડી સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

સાયલા તાલુકાના અનેક ગામોમાં પણ વરસાદ

સુરેન્દ્રનગરનાં સાયલા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગરમી અને બફારા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી. સાયલા તાલુકાનાં અનેક ગામોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

South Gujarat rainy weather Surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ