બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / મોટા સમાચાર: મોદી સરકારના મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ, જુઓ કોને કયું મળ્યું?

કેબિનેટ બેઠક / મોટા સમાચાર: મોદી સરકારના મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ, જુઓ કોને કયું મળ્યું?

Last Updated: 09:03 PM, 10 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારના નવા મંત્રીઓને ખાતાંઓની ફાળવણી કરી દેવાઈ છે.

સરકારની રચના બાદ મોદી સરકારના નવા મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી દેવાઈ છે. ભાજપે ચાર મહત્વના મંત્રાલયો ગૃહ, સંરક્ષણ, નાણા અને વિદેશ પોતાની પાસે જાળવી રાખ્યાં છે જ્યારે સહયોગીઓને પણ સાચવ્યાં છે. અમિત શાહ, રાજનાથ સિંહ, જયશંકર, નિર્મલા સીતારામણ અને નીતિન ગડકરીને તેમના જુના ખાતામાં જાળવી રખાયાં છે તો પૂર્વ બે મુખ્યમંત્રીઓનું કદ વધાર્યું છે. શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને મનોહરલાલ ખટ્ટરને ઊર્જા જેવા ભારેખમ મંત્રાલયો સોંપવામાં આવ્યાં છે.

નીતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય

મોદી 3.0માં નીતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પણ બનાવવામાં આવ્યા છે. તેમની સાથે આ મંત્રાલય માટે બે રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં એક અજય તમટા અને હર્ષ મલ્હોત્રાનો સમાવેશ થાય છે.

મનોહર લાલ ખટ્ટરને ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય

મનોહર લાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું છે. આ સાથે તેમને શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ખટ્ટર હરિયાણાના પૂર્વ સીએમ છે અને પહેલીવાર લોકસભા ચૂંટણી લડીને જીત્યા છે. શ્રીપદ નાઈકને આ વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

શિવરાજ સિંહ પાસે બે વિભાગોની જવાબદારી પણ છે

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ અને પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

રાજનાથ સિંહ ફરી રક્ષા મંત્રી બન્યા

લખનૌથી સતત સાંસદ બની રહેલા ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહને ફરી એકવાર સંરક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

સી.આર.પાટીલ જલશક્તિ અને ધર્મેન્દ્ર શિક્ષણ પ્રધાન

સીઆર પાટીલને જલ શક્તિ વિભાગ આપવામાં આવ્યો છે. જ્યારે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જેડીએસના કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી બનાવવામાં આવ્યા છે.

નિર્મલા સીતારમણ ફરી નાણાં મંત્રાલય તરીકે નિયુક્ત

નિર્મલા સીતારમણને ફરી નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

આ મંત્રીઓને આ વિભાગો મળ્યા

રામ મોહન નાયડુને નાગરિક ઉડ્ડયન મંત્રાલય મળ્યું છે. અન્નપૂર્ણા દેવીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય રવનીત સિંહ બિટ્ટુને લઘુમતી બાબતોના વિભાગમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ગજેન્દ્ર સિંહ શેખાવતને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયની જવાબદારી મળી છે. જ્યારે સુરેશ ગોપી અને રાવ ઈન્દ્રજીત સિંહને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election Result 2024 Modi Government 3.0 Cabinet Minister
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ