શહેરના પ્રેમ દરવાજામાં આવેલી હેલી કોર્પોરેશનમાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટ સહિતના ત્રણ કર્મચારીઓ ૨૯ કરોડ રૂપિયાની ઉચાપત કરીને નાસી જતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
જિલ્લાના અલગ અલગ વેપારીઓ પાસેથી કુલ ૨૨.૫૫ કરોડની ખોટી એન્ટ્રી
કુલ રૂ.૨૨.૫૫ કરોડ ઉઘરાવીને કંપનીમાં જમા કરાવ્યા ન હતા
પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજપથ ક્લબ પાસે આવેલા પાર્કવ્યૂ ફ્લેટમાં રહેતા અને પ્રેમ દરવાજા પાસે હેલી કોર્પોરેશન નામથી આટા, બેસનનો હોલસેલ વેપાર કરતા પરેશભાઈ પટેલે એકાઉન્ટન્ટ સહિત ત્રણ વ્યક્તિ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. હેલી કોર્પોરેશનમાં સેલ્સમેન-કમ-એકાઉન્ટન્ટ તરીકે જિજ્ઞેશભાઈ રમેશભાઈ પટેલ (રહે. ઘાટલોડિયા) ફરજ બજાવે છે.
જિલ્લાના અલગ અલગ વેપારીઓ પાસેથી કુલ ૨૨.૫૫ કરોડની ખોટી એન્ટ્રી
હેલી કોર્પોરેશનમાં જેટલી આવક થતી હતી તે તમામ એકાઉન્ટ િડપાર્ટમેન્ટમાં જમા કરવાનું કામ જિજ્ઞેશ પાસે હતું તો કંપનીમાં સોહન ખારોલ સેલ્સમેન તથા ઉઘરાણીનું કામ કરે છે. એક વેપારીની ફરિયાદ બાદ પરેશભાઈએ તમામ પાર્ટીઓની તપાસ કરતાં જિજ્ઞેશભાઈએ સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ વેપારીઓ પાસેથી કુલ ૨૨.૫૫ કરોડની ખોટી એન્ટ્રી પાડીને ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું.
કુલ રૂ.૨૨.૫૫ કરોડ ઉઘરાવીને કંપનીમાં જમા કરાવ્યા ન હતા
આ ત્રણેય જણાએ અમદાવાદ તથા ખાત્રજ, બારેજા, સાણંદના અલગ અલગ વેપારીઓ પાસેથી પરેશભાઈની હેલી કોર્પોરેશનના લેવાના નીકળતા કુલ રૂ.૨૨.૫૫ કરોડ ઉઘરાવીને કંપનીમાં જમા કરાવ્યા ન હતા તેમજ પરેશભાઈના ગોડાઉનમાંથી રૂ. સાત કરોડનો માલ બારોબાર બીજા કોઈને આપી દીધો હતો.
પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી
પરેશભાઈએ જિજ્ઞેશ, સોહન, હીરાલાલ અને ગોવર્ધનને બોલાવીને પૂછપરછ કરી હતી અને તેમણે સ્વીકાર્યું હતું અને ઉચાપતની રકમ પરત આપી દઇશ તેવો વિશ્વાસ પરેશભાઈને આપ્યો હતો, પરંતુ જિજ્ઞેશ તથા અન્ય કર્મચારીઓએ આજ સુધી પરેશભાઈને રૂપિયા પરત ન આપતાં તેમણે માધવપુરા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.