બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જમ્યા બાદ થાળીમાં જ હાથ ધોવાથી આવી શકે છે દરિદ્રતા, જાણો વાસ્તુ શાસ્ત્રના નિયમ

વાસ્તુ શાસ્ત્ર / જમ્યા બાદ થાળીમાં જ હાથ ધોવાથી આવી શકે છે દરિદ્રતા, જાણો વાસ્તુ શાસ્ત્રના નિયમ

Last Updated: 02:16 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે ભોજન કર્યા બાદ થાળીમાં જ હાથ ધોવો છો? શું તમને પલંગ કે ખાટલા પર બેસીને ખાવાની આદત છે? જો તમે આ બધી ભૂલ કરો છો તો વાસ્તુ મુજબ તમને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના બનાવટની સ્થિતિ, કપડાં, ભોજન સહિતની વિધિ જણાવવામાં આવી છે. જો તેનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ જો તેનું પાલન ન થતું હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. તેનાથી તમને કોઇ કામમાં સફળતા નથી મળતી. વાસ્તુ મુજબ જો તમે ભોજન કરીને પોતાની જ થાળીમાં હાથ ધોવો છો તો તમારી આર્થિક સ્થિતિ કમજોર પડે છે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. ખર્ચ પણ વધે છે. આજે વાસ્તુ મુજબ ભોજન સંબંધી નિયમો જાણવાનો પ્રયાસ કરીશું.

અન્નપૂર્ણા થાય છે નારાજ

વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ ભોજન કર્યા બાદ પોતાની જ થાળીમાં હાથ ધોવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. આવું કરવાથી કેટલાક રોગનો પણ સામનો કરવો પડે છે. તમારી આ આદતના કારણે માતા લક્ષ્મી પણ ઘરમાં વાસ નથી કરતી. આથી ભોજન કરીને ક્યારેય થાળીમાં હાથ ના ધોવો.

પલંગ/ખાટલા પર બેસીને ના ખાઓ

અનેક લોકોને પલંગ/ખાટલા પર બેસીને ખાવાની આદત હોય છે. પરંતુ આ આદત વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે. જો તમે એવું કરો છો તો નકારાત્મક ઉર્જા તમને ઘેરી લે છે. આર્થિક મંદીનો સામનો પણ કરવો પડી શકે છે. તમે કેટલાક રોગના શિકાર બની શકો છો.

ત્રણ રોટલી એક સાથે ન પીરસો

જો એક સાથે ત્રણ રોટલી પીરસવામાં આવે છે તો તેને પણ વાસ્તુમાં અશુભ માનવામાં આવ્યું છે. બે રોટલી એક સાથે લેવી જોઈએ. રોટલીને ભાત પર રાખવી, આવું કરવાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે.

થાળી સાફ કરી ભોજન લેવું

જ્યારે તમે ભોજન થાળીમાં લો છો ત્યારે તે વાતનુ ધ્યાન રાખો કે થાળી બરાબર સાફ છે કે નહીં. થાળીમાં પાણીની છાંટા ના હોવા જોઈએ. જો પાણીના છાંટા થાળીમાં હોય તો જીવનમાં સમસ્યા વધે છે.

ભોજનનો બગાડ ન કરો

કેટલાકને ખરાબ આદત હોય છે કે તે દરરોજ ભોજનનો બગાડ કરે છે. ઓછું ખાવાનુ હોય છતાં પણ વધારે ભોજન થાળીમાં લેતા હોય છે. અને તેનો બગાડ કરે છે. આમ કરવાથી અન્નનું અપમાન થાય છે. આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થાય છે. તમે કેટલાક રોગના શિકાર પણ બની શકો છો. ભોજન થાળીમાં વધે તો પશુ પક્ષી માટે રાખી દેવું જોઈએ.

Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.

PROMOTIONAL 13

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Poverty Vaastushastra Habit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ