બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:07 PM, 28 May 2024
'સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે...' સિગારેટના પેકેટ પર કાયદાકીય ચેતવણી લખેલી છે, પરંતુ તેમ છતાં યુવાનોમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો નવો રિપોર્ટ દર્શાવે છે કે છેલ્લા એક દાયકામાં ભારતમાં સિગારેટ અને બીડી પીનારા સગીર છોકરાઓ અને છોકરીઓની સંખ્યામાં વધારો થયો છે.
ADVERTISEMENT
'ભારતમાં તમાકુ નિયંત્રણ 2022' દ્વારા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં તમાકુનું સેવન કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ સિગારેટ અથવા બીડીનું સેવન વધ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે હવે યુવતીઓમાં સિગારેટ અને બીડી પીવાનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે. આ રિપોર્ટ દર્શાવે છે કે 2009 થી 2019 ની વચ્ચે એટલે કે 10 વર્ષમાં ધૂમ્રપાન કરતી છોકરીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. ધૂમ્રપાન કરનારા છોકરાઓની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ તેટલો નથી.
ADVERTISEMENT
સ્વાસ્થ્ય મંત્રાલયના હાલમાં જ બહાર પડેલા આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2009માં દેશમાં 2.4% છોકરીઓ ધૂમ્રપાન કરતી હતી. જ્યારે 2019માં તે વધીને 6.2% થઈ ગયો. એટલે કે, આ 10 વર્ષમાં ધૂમ્રપાન કરતી છોકરીઓની સંખ્યામાં 3.8%નો વધારો થયો છે. 2009 માં, 5.8% છોકરાઓ ધૂમ્રપાન કરતા હતા. 2019માં તેમની સંખ્યા વધીને 8.1% થઈ ગઈ. એટલે કે, 10 વર્ષમાં ધૂમ્રપાન કરનારા છોકરાઓની સંખ્યામાં 2.3%નો વધારો થયો છે. જો આ રીતે જોવામાં આવે તો 10 વર્ષમાં ધૂમ્રપાન કરનારા છોકરાઓની સંખ્યા છોકરીઓ જેટલી વધી નથી.
આનાં કેટલાય કારણો છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈંડિયા સાથે જોડાયેલ પ્રોફેસર મોનિકા અરોડાએ એક અંગ્રેજી વેબસાઈટને જણાવ્યું કે નવ યુવાનોમાં સિગરેટ પીવાથી તેઓ પોતાને કૂલ સમજે છે. છોકરાઓ સાથે સરખામણી કરવામાં અને તેમની જેમ કૂલ દેખાવામાં આજકાલ છોકરીઓ સિગરેટ પીવા લાગી છે. એનાં સિવાય છોકરાઓની જેમ ગુસ્સાને ઠંડો કરવા માટે પણ છોકરીઓ સિગરેટ પી રહી છે. જ્યારે એવું કશું જ હોતું નથી. જાણકારોનાં જણાવ્યા અનુસાર માનવામાં આવે છે કે આજકાલ ફિલ્મમાં મહિલા કલાકારો સિગરેટ પીતા જોવા મળે છે. જેને દેખીને છોકરીઓમાં સ્મોકીંગની ટેવ વધી રહી છે. ત્યારે આગળનાં ઘણાં વર્ષોમાં ઈ-સિગરેટનું ચલણ પણ ભારતમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. તેવી રીતે સિગરેટની તુલનામાં એને ઓછા હાનિકારક થવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ એવું નથી. આ સિવાય પણ 18 વર્ષથી ઓછી ઉંમરનાં લોકો તમાકુનું ઉત્પાદન વેચવું તે એક કાનૂની ગૂનો છે. જે બાદ પણ દુકાનદારો ખુલ્લે આમ સિગરેટ- બીડી વેચે છે. તેમજ સિગરેટ પીવાવાળામાં 45 ટકા કિશોરોએ માન્યું છે કે તેમની ઉંમર નાની હોવાથી દુકાનદાર તેને સિગરેટ અથવા બીડી આપવાની ના પાડે છે.
વધુ વાંચોઃ રેમલ વાવાઝોડાની ચોમાસા પર શું પડશે અસર? આ રાજ્યોના ખેડૂતોને થશે બમ્પર ફાયદો
પાન મસાલા, ગુટખા ખાવી અથવ સિગરેટ-બીડી પીવી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તમાકુનુ સેવન અથવા સ્મોકિંગ કરવાથી કેન્સર, સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીમારીઓ જેવી કે સ્ટ્રોક, હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય મંત્રાયલનાં જણાવ્યા અનુસાર ભારતમાં લગભગ 27 કરોડ લોકો એવા છે જે તમાકુનાં ઉત્પાદનનું સેવન કરે છે. ભારતમાં તમાકુનાં કારણે વર્ષે 13 લાખ લોકો મોતને ભેટે છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં રિપોર્ટમાં જણાવ્યા મુજબ સ્મોકિંગ ન કરવાવાળાની તુલનામાં સ્મોકિંગ કરતા લોકોનું અકાળ મૃત્યુનું જોખમ 31% થી 55% વધી જાય છે. તે સિવાય ધ્રુમ્રપાન તેમજ તમાકુ ખાવાવાળા પુરૂષ તેમજ મહિલાઓનાં શરીરનાં અમુક ભાગો પર તેની ખૂબ જ ખરાબ અસર થાય છે. પ્રેગ્રેન્સી દરમ્યાન સ્મોકિંગ કરવાથી સમય પહેલા ડીલીવરી થવાનું જોખમ રહેલું છે. તે સિવાય પણ ડિલીવરી બાદ બાળક અથવા માં નું મૃત્યું થવાની પણ સંભાવનાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.