બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / According to the IMD report, the speed of Cyclone Biporjoy decreased slightly
Last Updated: 12:33 PM, 15 June 2023
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડાને લઈને થોડાક રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, IMDના રિપોર્ટ પ્રમાણે વાવાઝોડાની ગતિમાં થોડો ઘટાડો થયો છે પરંતુ ખતરો હજી ટળ્યો નથી. મહત્વનું છે કે, પવનની ગતિ લેન્ડફોલ સમયે અગાઉ 125 થી 135 KM હતી, જે હવે ઘટી ને 115 થી 125 KMની થશે. અહી નોંધનીય છે કે, વાવાઝોડાની દિશા પણ થોડી બદલાઇ છે. વાવાઝોડુ નિર્ધારિત રૂટથી થોડું નોર્થ તરફ ટર્ન થયું છે.
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. આ દરમિયાન હવે બિપોરજોયને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ IMDના રિપોર્ટ પ્રમાણે વાવાઝોડાની ગતિમાં થોડો ઘટાડો થયો છે. વાત જાણે એમ છે કે, બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ સમયે પવનની ગતિ અગાઉ 125 થી 135 KM હતી. જોકે હવે વાવાઝોડાની ગતિમાં થોડો ઘટાડો થતાં તે ઘટીને 115 થી 125 KMની થશે. આ સાથે વાવાઝોડુ નિર્ધારિત રૂટથી થોડું નોર્થ તરફ ટર્ન થયું હોવાથી વાવાઝોડાની દિશા પણ થોડી બદલાઇ છે.
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે કરી આગાહી | VTV Gujarati#breaking #vtvgujarati #biporjoycyclone #trending #vtvcard pic.twitter.com/XUqUiNm2bU
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 15, 2023
વધુ બે દિવસ કચ્છમાં શાળાઓ રહેશે બંધ
કચ્છમાં વાવાઝોડાની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, અગાઉ 13, 14 અને 15 જૂન સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે આજે શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેતાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે.
કચ્છમાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના અંજારમાં નોંધાયો છે. અંજારમાં છેલ્લા 24 કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આજે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કચ્છમાં ફૂંકાઈ શકે છે 125થી 135 કિમીની ઝડપે પવન
ભારે પવન ફૂંકાવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે જામનગર, દ્વારકા, કચ્છમાં 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે મોરબીમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદરમાં 80થી 100 કિમીની ઝડપે, જૂનાગઢ-ગીર સોમનાથમાં 60થી 80 કિમીની ઝડપે, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
મહેસાણા અને ગાંધીનગરમાં પણ ફૂંકાઈ શકે છે ભારે પવન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખેડા, મહેસાણા, મહિસાગરમાં 50 કિમીની ઝડપે, દાહોદ, વડોદરા અને પંચમહાલમાં પણ 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજે જખૌ નજીક બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થશે. વાવાઝોડાને કારણે આજે જે વરસાદ પડશે. આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાની અસર લગભગ અડધા ભારતમાં વર્તાશે. તેઓએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું કચ્છ, માંડવી અને પાકિસ્તાનના ભાગોમાં વધુ અસર કરશે. જ્યારે કચ્છમાં તબાહી મચાવે તેવો વરસાદ થવાની શકયતા છે. આજે સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે. આજે ઓખા, દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદ રહેશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ વરસાદ આગામી ચોમાસાને વિલંબકારી બનાવી શકે છે.
વાવાઝોડાના સંભવિત સંકટને જોતા તંત્ર સતર્ક
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના સંકટને જોતાં વહીવટી તંત્ર સતર્ક છે. આ દરમિયાન હવે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લામાં ST બસ સેવા પણ બંધ કરાઈ છે. આ સાથે ST નિગમે 3 હજારથી વધુ STની ટ્રીપ રદ કરી છ. કચ્છમાં NDRFની 6 ટીમ તૈનાત કરાઈ તો ઉર્જા વિભાગની 597 ટીમ પણ ખડેપગે રાખવામાં આવી છે. પોર્ટ પાસે 24 મોટા જહાજો લંગારવામાં આવ્યા છે. આ સાથે 450 હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ સજ્જ રખાયો છે તો 167 JCB, 230 ડમ્પર, 924 મશીનરી સાથે વિવિધ ટીમ સજ્જ છે. મહત્વનું છે કે, PM કાર્યાલય પણ સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યું છે.
કેન્દ્ર સરકાર સતત કરી રહી છે મોનીટરીંગ
બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન
Dinesh Chaudhary
22 એપ્રિલ / આજે વિશ્વ પૃથ્વી દિવસ, પર્યાવરણના જતન માટે ભારતનું આ વૈશ્વિક મહાયજ્ઞનું આહ્વાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.