બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / શિયાળાની સિઝનની બીજી મજબૂત સિસ્ટમ સક્રિય થશે, કરા સાથે વરસાદ ખાબકશે, અંબાલાલની ડરામણી આગાહી
Last Updated: 07:53 AM, 10 February 2025
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો બીજો મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ દેશના ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે. ત્યારે જેટ ધારા લીધે અને અને બંગાળના ભેજના કારણે અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા, પવનના તોફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે.
ADVERTISEMENT
11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
આઇએમડીના જણાવ્યા અનુસાર ફેબુ્રઆરીના અંતિમ સપ્તાહમાં અથવા માર્ચની શરૃઆતમાં તાપમાનમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળશે. દક્ષિણના રાજ્યોમાં અત્યારથી જ તાપમાન સામાન્યથી વધારે નોંધવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે આ રાજ્યોમાં ફેબુ્રઆરીમાં તાપમાન ૩૦ થી ૩૨ ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે. જ્યારે આ વખતે આ રાજ્યોમાં ફેબુ્રઆરીમાં તાપમાન ૩૩ થી ૩૭ ડિગ્રી સુધી જોવા મળ્યું છે.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર કેરળના પલક્કડમાં રાતનું તાપમાન ૨૬.૬ ડિગ્રી રહ્યું છે જે સામાન્ય રીતે ૨૦ થી ૨૧ ડિગ્રી રહે છે. જો આ જ સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં ઠંડીનો પ્રકોપ સમાપ્ત થઇ જશે અને ગરમીથી લોકોની હાલત ખરાબ થઇ જશે. હવામાન વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર આ ફેરફારનું મોટું કારણ લા નીનાની સ્થિતિ છે. તેની અસર રવિના પાકો ઉપર પણ જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.