બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રક્ષાબંધન પર ભૂલથી પણ બહેનને આ ગિફ્ટ ન આપતા, અશુભ સંકેત, સમય આવશે ખરાબ

Raksha Bandhan 2024 / રક્ષાબંધન પર ભૂલથી પણ બહેનને આ ગિફ્ટ ન આપતા, અશુભ સંકેત, સમય આવશે ખરાબ

Last Updated: 11:59 PM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેના ઉત્સાહમાં દરેક ભાઈ પોતાની બહેન માટે ગિફ્ટ્સ લેવાનું વિચારતા હશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગિફ્ટ્સ ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું.

આપણાં દેશમાં વર્ષોથી ચાલી રહેલા ભાઈ-બહેનાં પ્રેમના પ્રતિક સ્વરૂપે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. દર વર્ષે પૂનમના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ 19 ઓગસ્ટ પૂનમે રક્ષાબંધનને ઉજવવામાં આવશે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધશે અને ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન લેશે. આપણાં દેશના જ્યોતિષ શાસ્ત્રમાં પણ રક્ષાબંધન ઉલ્લેખ છે, જેમાં કયા મુહૂર્તે રાખડી બાંધવી ? તો ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. રાખડી બાંધ્યા પછી ભાઈ પોતાના પ્રેમભાવથી બહેનને ગિફ્ટ્સ આપે છે. ગિફ્ટ આપવાનું કારણ ભાઈ-બહેનનો એક-બીજા પ્રત્યેનો પ્રેમ હોય છે. આજે તો માર્કેટમાં ઘણા ગિફ્ટ્સ જોવા મળે છે જે તમે બહેનને આપી શકો છો પરંતુ આપણા જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અમુક ગિફ્ટ્સને રક્ષાબંધન પર આપવા અશુભ માનવામાં આવે છે. તો આપણે જ્યોતિષ શાસ્ત્ર મુજબ કયા ગિફ્ટ્સ ન આપવા તેના વિશે માહિતી મેળવીશું.

raksha-bandhan--5

કાળા રંગની ગિફ્ટ્સ ન આપવી

તમારી બહેન માટે રક્ષાબંધનમાં કપડાં કે અન્ય ગિફ્ટ્સ ખરીદવા ઈચ્છો છો તો કપડાં કે અન્ય ગિફ્ટ્સ કાળા રંગના ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. કાળો રંગ એ નકરાત્મકતાનું પ્રતિક છે. જો તમે તમારી બહેનને કળા રંગના કપડાં કે અન્ય ગિફ્ટ આપો છો તો જીવનમાં નકારાત્મક વાઈબ રહે છે.

બહેનોને બુટ-ચપ્પલ ન પણ આપવા

કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગે બુટ-ચપ્પલ ગિફ્ટ્સમાં ન આપવા. બુટ-ચપ્પલનો સીધો સંબંધ શનિદેવ સાથે હોવાથી તેને અશુભ માનવામાં આવે છે.

raksha-bandhan-6

ધારદાર કે અણીવાળી ગિફ્ટ્સ આપવી નહીં

હિન્દુ ધર્મમાં ધારદાર અને અણીવાળી વસ્તુને ગિફ્ટ્સમાં આપવી અશુભ માનવામાં આવે છે. તમે પણ કોઈ ધારદાર કે અણીવાળી ગિફ્ટ આપવા જઈ રહ્યા હોય તો ગિફ્ટ બદલી નાખજો નહિતર સમસ્યાઓ વધી શકે છે. આવું કરવાથી જીવનમાં થતી પ્રગતિ અટકી શકે છે.

PROMOTIONAL 1

ગિફ્ટમાં ચામડાની વસ્તુઓ ન આપવી

ચામડાનો સીધો સંબંધ શનિદેવ સાથે હોય છે. જેના કારણે ચામડાની વસ્તુ ગિફ્ટમાં ન આપવી, જો આપો છો તો તમારી બહેનના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.

બહેનને ઘડિયાળ ન આપવી

વધુ વાંચો: રક્ષાબંધનના તહેવારમાં બહેનનું શું ભેટ આપી શકાય? બ્રાન્ડેડ વસ્તુ અને કિંમત પણ પોસાય તેવી

ઘડિયાળ સાથે સારો અને ખરાબ સમય જોડાયેલો હોય છે. જેના કારણે બહેનને ઘડિયાળ ગિફ્ટમાં ન આપવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rakshabandhan Gifts Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ