હવામાન / અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ટકરાઈ શકે છે વાવાઝોડું

ગુજરાતમાં વરસાદ મુદ્દે અંબાલાલ પટેલે આગાહી કરી છે. જૂનના પહેલા સપ્તાહમાં ભારે પવન સાથે વરસાદ આવશે. ગુજરાતના કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ પડશે. 31મી મેના રોજ કેરળમાં વરસાદનું સત્તાવાર આગમન થશે .6 જૂન સુધીમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં જોવા મળશે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા વરસાદ આવશે. 8 જૂને ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચશે. જ્યારે ગુજરાતમાં 13,14 અને 15 જૂને સત્તાવાર ચોમાસું બેસી શકે છે .29 જૂનથી 5 જૂલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ