Saturday, August 24, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રક્ષાબંધન / ભાઇની રાશિ અનુસાર બાંઘો રાખડી, લાંબી ઉંમરની સાથે જીવનભરની સુખશાંતિ

ભાઇની રાશિ અનુસાર બાંઘો રાખડી, લાંબી ઉંમરની સાથે જીવનભરની સુખશાંતિ

ભાઇ-બહેનના પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઇના હાથે રક્ષા બાંધે છે જેથી સ્વંય ભગવાન વિષ્ણુને બંધાઇ જાય છે. 

રક્ષાબંધન દરવર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભાઇ-બહેનનો આ તહેવાર 15 ઓગસ્ટના ઉજવવામાં આવશે. રક્ષાબંધનના ઘણા દિવસો પહેલા બહેન પોતાના ભાઇની રાખડી ખરીદવા માટે માર્કેટમાં જાય છે પરંતુ શું તમે જાણો છો કે, રાશિ અનુસાર ભાઇને રાખડી બાંધવામાં આવે તો તેને લાંબી ઉંમર અને જીવનભરની સુખશાંતિ મળે છે. 

મેષ:

મેષ રાશિનો ગ્રહ મંગળ છે. આ રાશિના જાતકાને લાલ રંગની રાખડી બાંધવી જોઇએ. આ સાથે જ તમારા ભાઇ દ્વારા ચાર વસ્તુઓને દાન કરાવજો.

વૃષભ:

વૃષભ રાશિનો ગ્રહ શુક્ર છે અને આ રાશિના ભાઇને વાદળી રંગની રાખડી બાંધવી જોઇએ. આ સાથે જ તમારા ભાઇ પાસે ગરીબોને અન્નદાન કરાવવો.

મિથુન:

મિથુન રાશિનો ગ્રહ બુધ છે માટે આ રાશિના ભાઈને પીળા રંગની રાખડી બાંધો. આ સાથે ભાઇ-બહેન સાથે મળીને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ.

કર્ક:

કર્ક રાશિનો ગ્રહ ચંદ્ર છે માટે આ રાશિના ભાઈને પીળા રંગની રાખડી બાંધો. આ સાથે જ ભાઇ-બહેન સાથે મળીને ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઇએ.

સિંહ:

સિંહ રાશિનો ગ્રહ સૂર્ય છે. આ માટે ભાઇને ગોલ્ડન, પીળી અથતો ગુલાબી રંગની રાખડી બાંધો. આ રાશિના ભાઇ-બહેન સાથે મળીને ગરીબ બાળકોને પુસ્તકોનું દાન કરો, તેમજ ગણેશજીને ઇષ્ટ માની પૂજા કરવી.

કન્યા:

કન્યા રાશિનો ગ્રહ બુધ છે માટે આ રાશિના ભાઇને સફેદ રેશમી અથવા લીલા રંગની રાખડી શુભ માનવામાં આવે છે. આ રાશિના ભાઇ બહેન સાથે મળીને પાંચ વૃક્ષો વાવે, તેમજ માતા કાળીને ઇષ્ટ માની પૂજા કરો.

તુલા:

તુલા રાશિનો ગ્રહ બુધ છે માટે આ રાશિના ભાઇએ સફેદ, ક્રીમ અથવા લાઇટ બ્લૂ રંગની રાખડી બાંધવી જોઇએ. આ રાશિના ભાઇ-બહેને ગરીબોને ભોજન કરાવી અને શનિદેવની પૂજા કરવી જોઇએ.

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના દેવ બુધ છે. આ માટે આ રાશિના ભાઈને હાથ પર લાલ અથવા તો ગુલાબી રંગની ચમકતી રાખડી બાંધવી જોઇએ. ભાઇ-બહેન સાથે મળીને પિતૃઓને નામે દાન કરવુ અને ભગવાન કાર્તિકેયની પૂજા કરવી.

ધન:

ધન રાશિના જાતકોના સ્વામી ગુરુ છે. માટે આ રાશિના જાતકોના હાથે ચંદનની રાખડી બાંધવી જોઇએ, શક્ય ન થાય તો રેશમી રંગની રાખડી બાંધવી. ભાઇ-બહેન ગરીબોને ભોજન કરાવવુ અને હનુમાનજીની પૂજા કરવી જોઇએ.

મકર:

મકર રાશિના જાતકોનો સ્વામી શનિ છે, આ માટે રાશિના જાતકોને ઘેરા રંગની રાખડી જેવી કે બ્લૂ- ઘાટ્ટો બ્લૂ રંગની રાખડી બાંઘો અને કેસરનું તિલક કરો. આ દિવસે હનુમાનજીની સાથે શનિદેવની પૂજા કરો.

કુંભ:

કુંભ રાશિના જાતકોના સ્વામી શનિ છે. માટે આ રાશિના જાતકોને પીળો રંગ અથવા રુદ્રાશની બનેલી રાખડી બાંધવી જોઇએ. આ દિવસે ભગવાન વિષ્ણુ તથા માતા સરસ્વતીને પોતાના ઇષ્ટ માની પૂજન કરો.

મીન:

મીન રાશિના જાતકોને સ્વામી ગુરુ છે, માટે આ રાશિના જાતકોને સોનેરી પીળા રંગની રાખડી બાંધો અને હળદરનું તિલક કરો. ભાઇ-બહેને મળીને ગરીબોનું ખાવાનું ખવડાવવું જોઇએ. આ દિવસે શિવજીની પૂજા કરવી જોઇએ. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ