એ...એ...એ...બચ્યાં! કારચાલકે ફિલ્મી ઢબે વળાંક લેતા બેદરકાર બાઇક ચાલકનો બચ્યો જીવ, જુઓ Video

By : hiren joshi 11:06 PM, 13 September 2018 | Updated : 11:06 PM, 13 September 2018
બનાસકાંઠાઃ 'રામ રાખે એને કોણ ચાખે' હા... આવું જ કંઇક બનાસકાંઠાના નવા લાખાણી-ડીસા હાઇવે પર બન્યું હતું. જો કે બાઇક ચાલકે જોયા વગર વળાંક લેવા જતા આ દુર્ઘટના બનત. પરંતુ કારચાલકની સતર્કતાએ અકસ્માતની ઘટના ટળી હતી. પાછળથી આવતી પુરજોશમાં કારની અડફેટે આવતા બાઇક સવાર બચ્યા હતા.

કારચાલકે ફિલ્મી ઢબે વળાંક લેતા મોટો અકસ્માત થતા અટક્યો હતો. કારચાલકની સતર્કતાએ બેદરકાર બાઇકચાલકનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.આપ CCTVમાં કેદ થયેલ દ્રશ્યો જોઇ શકો છો, જેમાં એક બાઇક ચાલક જોયા વગર વળાંક લે છે અને પાછળથી આવતી પુરજોશમાં કારની અડફેટે આવતા બચી જાય છે. કાર ચાલકની સતર્કતાએ બ્રેક મારતા મોટી દુર્ઘટના થતા બચી જાય છે. આ બાઇક ચાલકનો ચમત્કારીક બચાવ ગણી શકાય છે.Recent Story

Popular Story