Team VTV10:42 PM, 14 Nov 21
| Updated: 10:44 PM, 14 Nov 21
નડેશ્વરી દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. ખીચોખીચ ભરેલી આ જીપમાં લગભગ 29 જેટલા લોકોને પહોચી ઇજાઓ.જ્યારે 4 ગંભીર ઈજાગ્રસ્તો થરાદ હોસ્પિટલમાં.
દર્શન કરીને પરત આવતા નડ્યો અકસ્માત
નડાબેટ નજીક અકસ્માત;29 જેટલા ઈજાગ્રસ્ત
ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર પહોચ્યા હોસ્પિટલ
ગુજરાતના છેવાડામાં વિસ્તાર એવા સુઇગામના નડાબેટ નજીક જીપ ડાલુ પલટી જતા દુર્ઘટના સર્જાઈ છે.નડેશ્વરી દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. ખીચોખીચ ભરેલી આ જીપમાં લગભગ 29 જેટલા લોકોને પહોચી ઇજાઓ પહોચી છે અને 4 ગંભીર જેવા ઈજાગ્રસ્તોને થરાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હોસ્પિટલ પહોચી ઈજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા.