બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 07:39 AM, 28 October 2021
ADVERTISEMENT
ઘટનામાં મરનારની સંખ્યા વધવાની આશંકા
ઘટનમાં વાહનોમાં ફસાયેલા લોકોને કાઢવા માટે પ્રશાસન ભારે સમસ્યાનો સામનો કરી રહી છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. ઘટનામાં મરનારની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનામાં મારુતિ બોલેરો કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ છે. ગાડીઓની નંબર પ્લેટનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી કારો અને પ્રવાસીઓ અંગે જાણકારી મળવી મુશ્કેલ થઈ રહી છે. આ ઘટના મધ્ય પ્રદેશથી ઘૂલે જનારા રસ્તા પર બની છે.
ADVERTISEMENT
Maharashtra | Three people died and one severely injured after 7-8 vehicles crashed into each other in Dhule on Wednesday, said police (27.10) pic.twitter.com/jSx9v6Iprw
— ANI (@ANI) October 28, 2021
બુધવારે રાતે લગભગ 8થી 8.30 વાગે આ ઘટના બની
મનાઈ રહ્યું છે કે શિરપુર તાલુકાના પલાસનેર વિસ્તારમાં મુંબઈ- આગ્રા નેશનલ હાઈવે પર આ દુઃખદ દુર્ઘટના બની છે. જાણકારી મજબ મધ્ય પ્રદેશ સ્થિત સેંધવાથી શિરપુર આવતા સમયે બુધવારે રાતે લગભગ 8થી 8.30 વાગે આ ઘટના બની છે.
ચાર પૈડા વાળા વાહન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા
ઘટનામાં 3થી 4 પૈડા વાળા વાહન અને કેટલાક ટ્રક શામેલ છે. ઘટનામાં ચાર પૈડા વાળા વાહન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા છે. ઘટનાની જાણ થતા ગ્રામીણો સ્થળ પર પહોંચી રાહત કાર્ય શરુ કર્યુ હતુ. સ્થળ પર એમ્બ્યૂલન્શ તથા પોલીસ પહોંચી કામગીરી ચાલુ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.