બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accident near Santalpur government ST bus, more than 20 passengers injured
Priyakant
Last Updated: 04:35 PM, 6 August 2022
ADVERTISEMENT
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ તરફ આજે પાટણ જિલ્લાના સાંતલપુર નજીક એસટી બસને અકસ્માત નડ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માતમાં 20થી વધુ પેસેન્જરોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. નોંધનિય છે કે, ગઈકાલે પણ પાવાગઢમાં દર્શન કરવા આવેલી બસનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
પાટણ જિલ્લાના સાંતલપુર નજીક એસટી બસને આજે અકસ્માત નડ્યો છે. વિગતો મુજબ રાપરથી વડોદરા જતી બસનો અકસ્માત થયો હતો. જેમાં હાઇવે પરથી પસાર થતાં ટ્રેલરે અચાનક બ્રેક મારતા બસ ટ્રેલર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 20 થી વધુ મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. જેને લઈ તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાને લઈ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
પાવાગઢમાં પણ ગઈકાલે સર્જાયો હતો અકસ્માત
પાવાગઢ બાવામાન મસ્જિદ પાસે અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસમાં સવાર 18 લોકોમાંથી 1 મહિલાનું મોત નીપજ્યુ જ્યારે 2 લોકોને ગંભીર ઇજા થવા પામી છે. અન્ય 14 લોકોને નાની મોટી ઇજા થઇ છે. ઘટનાને પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલોલ ખસેડાયા છે.
બસ ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. પાવાગઢ મહાકાળીમાના દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને ડ્રાઇવરની એક ભૂલને કારણે અકસ્માતને ભેટ્યા હતા. આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, આખી બસ પલટી મારી ગઇ. આસપાસના લોકો દ્વારા બસને સીધી કરવામાં આવી . ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.