બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:38 AM, 15 February 2025
શુક્રવારે મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં કોલસા ભરેલા ટ્રકની ટક્કરથી મોટરસાઇકલ પર મુસાફરી કરી રહેલા બે વ્યક્તિઓના મોત બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ સાત બસો અને ચાર હાઇવા (કાર્ગો વાહનો) ને આગ ચાંપી દીધી હતી, જેમાં સંપૂર્ણ અરાજકતા ફેલાઇ હતી. મૃતકોની ઓળખ રામલાલ યાદવ અને રામસાગર પ્રજાપતિ તરીકે થઈ છે.
ADVERTISEMENT
BREAKING: Mob set fire to 6 trucks and 3 buses: Villagers furious over the death of two youths in a road accident in Singrauli, Angry 🔥💥 villagers set several vehicles on fire in Singrauli,😡😡 There was a ruckus after the death of two youths in a road accident in Singrauli. pic.twitter.com/Wvi3EZCzoc
— Dhram Goswami (@dhram_goswami) February 14, 2025
આ ઘટના માડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અમિલિયા ખીણમાં બની હતી. બંને મૃતકો સ્થાનિક રહેવાસી હતા. અમેલિયા ખીણમાં માર્ગ અકસ્માત બાદ થયેલી અંધાધૂંધીની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડને શાંત કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી
ADVERTISEMENT
પોલીસને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા
પોલીસે અકસ્માતમાં માર્યા ગયેલા બંને લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અનેક પોલીસ સ્ટેશનના પોલીસને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. સિંગરૌલી કલેક્ટર ચંદ્રશેખર શુક્લા અને પોલીસ અધિક્ષક મનોજ ખત્રી પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મળતી માહિતી મુજબ ટોળા દ્વારા જે વાહનોને આગ લગાવવામાં આવી હતી તે એ જ કોલસા ખાણ કંપનીના હતા જેના લોડર ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. આ વાહનો કોલસાના પરિવહન અને કોલસાની ખાણોમાં કામ કરતા કર્મચારીઓના પરિવહનમાં રોકાયેલા હતા.
વધુ વાંચો : કોંગ્રેસે કસી કમર! સંગઠન માળખામાં કર્યા મોટા ફેરફાર, અજય લલ્લુને પ્રમોશન, જુઓ લિસ્ટ
સિંગરૌલીના પોલીસ અધિક્ષક મનોજ ખત્રીએ જણાવ્યું હતું કે વાહનોને આગ લગાવ્યા પછી ગુસ્સે ભરાયેલા ટોળા કોલસાની ખાણો તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ પોલીસે તત્પરતા દાખવી અને ભીડને વિખેરી નાખી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.