બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:01 PM, 19 January 2025
દિલ્હીના ગાઝીપુરમાં એક ખુબ જ દુઃખદ ઘટના બની છે. જ્યાં લગ્ન પહેલા જ એક યુવાનનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સંબંધીઓ અને મિત્રોને લગ્નના કાર્ડ વહેંચવા માટે કારમાં મુસાફરી કરી રહેલા એક યુવાનનું દર્દનાક મૃત્યુ થયું. જ્યારે તે યુવાન પોતાની કારમાં ગાઝીપુર વિસ્તારમાં પહોંચ્યો ત્યારે તેની વેગનઆર કારમાં આગ લાગી ગઈ હતી.
ADVERTISEMENT
VIDEO | Car catches fire on Delhi-Meerut expressway near Ghazipur. More details awaited.
— Press Trust of India (@PTI_News) January 17, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/pV1yCMLGcl
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, યુવકના લગ્ન 14 ફેબ્રુઆરી, 2025 ના રોજ થવાના હતા. પૂર્વ દિલ્હીના ગાઝીપુર વિસ્તારમાં આવેલા બાબા બેન્ક્વેટ હોલમાં તેમની કાર પહોંચતાની સાથે જ કારમાં આગ લાગી ગઈ. કારમાં આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે યુવક બહાર પણ નીકળી શક્યો નહીં. આ અકસ્માત ગાઝીપુરના બાબા બેનકટ હોલ પાસે થયો હતો. યુવકનું નામ અનિલ હતું અને તે ગ્રેટર નોઈડાના નવાદાનો રહેવાસી હતો. મોડી રાત્રે ગાઝીપુર પોલીસ સ્ટેશનથી ફોન આવતા પરિવારને અકસ્માતની જાણ થઈ.
વધુ વાંચો : પ્રયાગરાજ મહાકુંભ મેળામાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
અહીં, મૃતકના મૃતદેહને ગાઝીપુર પોલીસ સ્ટેશન દ્વારા કબજે લેવામાં આવ્યો છે. ઉપરાંત, પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને કારમાં આગ કેવી રીતે લાગી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. ગાઝીપુર પોલીસ સ્ટેશનનું કહેવું છે કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ કારમાં આગ લાગવાના કારણો જાણી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.