બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accident death of a child's car coming down in Gandhinagar
Last Updated: 06:13 PM, 6 December 2021
ADVERTISEMENT
ગાંધીનગરમાં બનેલો બનાવ માતા પિતાને ચેતવી રહ્યો છે. ક્યાંક બાળક ધાબા નીચેથી પડી જાય છે તો ક્યાંય બાળક કાર નીચે આપી ચગદાઇ જાય છે. કેનેડાના ઓનટારીઓ ખાતે રહેતાં ધ્વનિલ જયેશભાઈ રાવલ ગાંધીનગરના ઉવારસદ ટી.પી.-9 સ્વસ્તિક-42માં પોતાના સાળાના લગ્ન માટે આવ્યા હતા. જે દરમિયાન સોસાયટીમાં કાર દાખલ થતા તેમનું 4 વર્ષનું બાળક કાર નીચે આવી ગયું. કારે સોસાયટીમાં એન્ટ્રી કરી ત્યારે બાળક દરવાજા પાસે રમી રહ્યું હતું. અકસ્માતમાં 4 વર્ષીય બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.
ADVERTISEMENT
કેવી રીતે બની ઘટના
કેનેડામાં સ્થિત થયેલા ધ્વનિલ રાવલ ગાંધીનગરમાં પરિવાર સાથે મૃતક બાળકના મામાના ઘરે લગ્ન માટે આવ્યા હતા. લગ્નની ખરીદી કરવા બહાર જવાનું હોવાથી ધ્વનિલભાઈ તેમની પત્ની પૂજા અને દીકરા સાથે બપોરના સમયે CG રોડ જવા માટે નીકળ્યા હતા. આ માટે તેમણે ઉબેર ગાડીને બોલાવી હતી. જે બાદ સોસાયટીના કમ્પાઉન્ડમાં તેઓ ગાડીની રાહ જોઈને ઉભા હતા. તે દરમિયાન બાળક ગેટ પાસેના ખૂણા પર આગળ જાય છે તેવામાં જ સોસાયટીની બહારથી એક કાર અંદર આવે છે બાળક ખૂણા પર ઊભું હોવાથી ચાલકે કાર ગફલતભરી રીતે હંકારી સીધી ગાડી બાળક પર ચડાવી દિધી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં ધ્વનિલભાઈ તાત્કાલિક પુત્રને લઈને આશકા હોસ્પિટલ આવી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન થોડી ક્ષણો બાદ વિવાને મોતને ભેટ્યો હતો.
કેનેડાથી બાળક મામાના ઘરે લગ્ન માટે પરિવાર સાથે આવ્યું હતું
આગામી 13-મી ડિસેમ્બરના રોજ મામાનાં લગ્ન હોવાથી વિવાન તેની માતા પૂજા સાથે એક માસથી કેનેડાથી સ્વસ્તિક-42 ખાતે આવ્યો હતો. મૃતક બાળકના પિતા ધ્વનિલભાઈ રોયલ બેંગકોક કેનેડા બેંકમાં ડિરેક્ટર આઈટી એંજિનિયર તરીકે કામ કરે છે. પરિવારમાં પત્ની પૂજા અને ચાર વર્ષીય પુત્ર વિવાન હતો. વિવાન મેઇન ગેટ પાસે અંદરની સાઈડમાં પોતાના ધ્યાનમાં રમી રહ્યો હતો. તે દરમિયાન જયરામ ભવાનભાઈ વામજા પોતાની આઈ-10 કાર લઈને સોસાયટીમાં આવ્યા હતા. તેમણે પોતાની કારનો ગેટ આગળથી ટર્ન માર્યો હતો. જેમાં બાળક કાર નીચે ચગદાઇ ગયું હતું. અડાલજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારમાં માતમ છવાયો, માતા પિતાને ચેતવતી ઘટના
અકસ્માતમાં વિવાનનું અકાળે મોત થતાં મામાનાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટના માતા પિતા માટે પણ ચેતવણી રૂપ કિસ્સો છે જે બાળક શું કરી રહ્યું છે તેના પર ધ્યાન ન આપતા પોતાના કામમાં વ્યસ્ત હોય છે. જો કે આ કેસમાં કાર ચાલકની ગફલતને કારણે દુર્ઘટના સર્જાઇ હોવાનું સીસીટીવી પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.