બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કંપારી છોડાવી દેતો એક્સિડન્ટ! વલસાડમાં ST બસ અને કાર ટકરાયાં, 10થી વધુ ઘાયલ
Last Updated: 11:24 PM, 8 November 2024
વલસાડનાં કપરાડાનાં વાજવડ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને વાહનો રોડની સાઈડમાં ખાબક્યા હત. અકસ્માતમાં 10 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં બંને વાહનોનાં ડ્રાઈવરોનો પણ સમાવેશ છે. ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે ધરમપુર અને વલસાડ ખસેડાયા હતા. ધરમપુરથી વાપી તરફ એસટી બસ જઈ રહી હતી.
ADVERTISEMENT
વધુ વાંચોઃ દસાડા-પાટડી રોડ ઉપર PSI અકસ્માત કેસની તપાસ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોપાઈ
ADVERTISEMENT
ખાનગી કારમાં વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
વલસાડનાં વાપીની ગુંજન પોલીસ ચોકી સામે અકસ્માત સર્જાયો હતો. દોડતી રિક્ષામાંથી એક વ્યક્તિ રોડ પર પટકાયો હતો. પાછળથી આવતા ટેમ્પોએ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. પોલીસ ચોકી સામે જ ઘટના બની હતી. ખાનગી કારમાં વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.