કચ્છઃ ભચાઉ નજીક 2 ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત

By : hiren joshi 09:18 PM, 30 December 2018 | Updated : 09:23 PM, 30 December 2018
કચ્છઃ ભચાઉના ચિરઇ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. 2 ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતા કુલ 13 વ્યક્તિઓના મોત થયા છે. ડીસાથી કચ્છ જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. ભચાઉ પોલીસ અને 108 સહિતની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. આ ઘટના સર્જાતા અરેરાટી મચી જવા પામી છે. 13 લોકોના 

આ અકસ્માત એટલો ભયંકર હતો કે બે ટ્રક વચ્ચે કાર દબાઇ જતા કુચરો બોલી ગયો. જ્યારે ટ્રકોમાં ભરેલો માલ સામાન રોડ પર વેર વિખેર થઇ ગયો હતો. આ અકસ્માતમાં લોકોના ગંભીર રીતે મોત નિપજ્યાં છે. અકસ્માતના દ્રશ્યો એટલા બધા ખતરનાક છે કે અમે આપને બતાવી શકીએ તેમ નથી.
  ઘટનાના પગલે આસપાસના લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઇ હતી. રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભચાઉ પોલીસ અને ઇમરજન્સી 108ની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી.

આ ઘટના સૂચવે છે કે વાહનોને કાળજીપૂર્વક ચલાવો, ટ્રક ડ્રાઇવરો નશામાં વાહનો ચલાવતા હોવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે તેઓ આવા અકસ્માતને નોતરે છે. નાનકડી ભૂલ મોટી સજા બની જાય છે. Recent Story

Popular Story