બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / accident at morbi highway 5 death

અરેરાટી / BIG NEWS: મોરબી-માળીયા હાઈવે પર ટ્રેલરની પાછળ કાર ઘૂસતા કચ્ચરઘાણ, 5માંથી એકેય ન બચ્યા,ચારેયકોર ચિચિયારી

Mayur

Last Updated: 07:56 AM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટના ભારે વરસાદી વાતાવરણ વચ્ચે મોરબી-માળીયા પાસી ટીંબડી નજીક એક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજતા અરેરાટી પ્રસરી ગઈ છે.

  • માળીયા હાઈવે પર ટીંબડી નજીક ગમખ્વાર અકસ્માત
  • પાર્ક કરેલા ટ્રેલરની પાછળ કારની ટક્કર થતા અકસ્માત 
  • કારસવાર 5 વ્યક્તિઓના મૃત્યુ થતા પોલીસ દોડતી થઈ

મધરાતે ગ્રામીણ વિસ્તારની સડક પર પાર્ક કરેલા ટ્રેલરમાં પૂરપાટ વેગે જઈ રહેલી કાર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો છે.

પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ કાર

ઘટનાની વિગત પ્રમાણે, મોરબી-માળીયા હાઈ-વે પર ટીબડી ગામ નજીક એક ટ્રેલર પાર્ક કરેલી સ્થિતિમાં ઉભું હતું. દરમિયાન પૂરપાટ વેગે પસાર થઇ રહેલી કારને આ ટ્રેલર હોવાના કોઈ અણસાર નહોતા.પરિણામે,કાર સીધી પાર્ક કરેલા ટ્રેલરમાં ઘુસી ગઈ હતી.

ધડાકાભેર અથડાઈ કાર

ધડાકાભેર અવાજ થતા આસપાસના પસાર થઇ રહેલા નાના વાહન ચાલકો થંભી ગયા હતા. અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. ગમખ્વાર અક્સમાતમાં કારમાં બેઠલા પાંચ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પલકવારમાં શું થયું તેનો અણસાર સુદ્ધા કોઈને આવ્યો નહતો.

5 લોકોના મોત થતાં કમકમાટી

ગમખ્વાર અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને ગાડીના વાહન નંબરથી માંડીને મૃતક પાંચ વ્યક્તિ ક્યાંના હતા, કઈ તરફ જઈ રહ્યા હતા તે અંગેની વિગતો એકત્રિત કરાઈ રહી છે.

મૃતકો વ્યવસાયે ટ્રાન્સપોર્ટર

મોરબી નજીક આવેલા લક્ષ્નીનગર ગામ કે જ્યાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયનું હબ છે.ત્યાંથી એક કારમાં બેસી પાંચ ટ્રાન્સપોર્ટર્સ મોરબી તરફ આવી રહ્યા હતા. દરમિયાન આ ગમખ્વાર અક્સમાતની ઘટના બની હતી. આ પાંચ યુવકો રાજસ્થાનના હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પાંચે'ય પોતાના પરિવાર સાથે મોરબીમાં રહે છે. પાંચ -પાંચ કંધોતર યુવાનોમાં એક અકસ્માતમાં મોત થતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા મોરબી આસપાસ અને કચ્છ સુધીના ટ્રાન્સપોર્ટર્સમાં શોકની લહર ફરી વળી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BIG NEWS accident morbi highway મોરબી-માળીયા હાઈવે Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ