બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપતી જય શાહની મોટી જાહેરાત, અંડર 19 એશિયા કપની ભેટ
Last Updated: 10:22 PM, 11 September 2024
બીસીસીઆઈના વર્તમાન સચિવ જય શાહ આ વર્ષે 1 ડિસેમ્બરથી આઈસીસી (ICC)ના ચેરમેન પદની જવાબદારી સંભાળશે. તેઓ હાલ એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન પણ છે. મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે જય શાહે મહત્વનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
મહિલા અંડર-19 ટી20 એશિયા કપની જાહેરાત
તેમની અધ્યક્ષતામાં ACCએ મહિલા અંડર-19 ટી20 એશિયા કપની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ એશિયા ખંડની યુવા મહિલાખેલાડીઓને પોતાનું ટેલેન્ટ બતાવવા માટે એક મહાન તક આપશે.
ADVERTISEMENT
ACCની બેઠકનું નેતૃત્વ જય શાહે કર્યું, અને 1 ડિસેમ્બરથી તેઓ આઈસીસીનું ચેરમેન પદ સંભાળશે. તેમ છતાં, ACCના અધ્યક્ષ પદ છોડતા પહેલા, તેમણે મહિલા ક્રિકેટ માટે એક મોટું પગલું લીધું છે. ગયા વર્ષે પ્રથમ વખત અંડર-19 સ્તરે મહિલા ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, અને હવે મહિલા અંડર-19 એશિયા કપની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી છવાઈ ગઈ છે.
એશિયા કપ ક્યારે થશે?
ACC ડિસેમ્બરમાં પ્રથમ વખત આ ઈતિહાસિક મહિલા ટી20 એશિયા કપનું આયોજન કરી શકે છે, અને ત્યારબાદ અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ પણ થવાનો છે, જેનું આયોજન મલેશિયામાં થશે. હજી ટૂર્નામેન્ટમાં કેટલી ટીમો ભાગ લેશે અને હોસ્ટ કોણ હશે તે સ્પષ્ટ નથી, પરંતુ આ ટૂર્નામેન્ટથી એશિયાઈ ક્રિકેટમાં સ્પર્ધાનું સ્તર વધશે તે ચોક્કસ છે.
The inaugural edition of the Women's U19 T20 Asia Cup was announced at the Executive Board meeting of the ACC held in Malaysia.
— AsianCricketCouncil (@ACCMedia1) September 11, 2024
The meeting was held under the leadership of Mr. Jay Shah, President of the ACC.https://t.co/RMwK17l08K#ACC pic.twitter.com/GHTyRkxYkT
આ પણ વાંચોઃ તમને હાર્ટ એટેક ક્યારે આવશે? જાણવા માટે કરાવી લો એક ટેસ્ટ, જીવનું જોખમ ઘટશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.