બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ACBનો સપાટો: એક સપ્તાહમાં રૂપિયાના ભૂખ્યા આટલા અધિકારીઓ પર તવાઈ
Last Updated: 07:42 PM, 11 June 2024
રાજ્યમાં એસીબી દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલઆંખ કરી છે. એસીબીએ સરકારી કચેરીમાં 13 કેસ કર્યા છે. તેમજ અપ્રમાણસર મિલકત મામલે એસીબીએ 10 કેસ દાખલ કર્યા છે. એસીબીએ અપ્રમાણસર મિલકત અંગે કેસ દાખલ કરી 25 કરોડની મિલકત શોધી છે. એસીબીએ લાંચનાં 104 કેસ દાખલ કર્યા. પ્રથમ ત્રિમાસિક ગાળામાં એસીબીનો કન્વિક્શન રટ 46 ટકા રહ્યો છે. હાઈકોર્ટમાં ચાલતા કેસનું કોર કમિટી દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ફરિયાદીની મુલાકાત સંદર્ભે એસીબીએ કેર પ્રોજેક્ટ હેઠળ મુલાકાત કરી છે.
ADVERTISEMENT
સુરત મનપાના બે ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા
ADVERTISEMENT
સુરત મહાનગર પાલિકાનાં ઉધના ઝોનનાં આકારણી વિભાગનાં મેહુલ પટેલ અને જીગ્નેશ પટેલ સુરત એલસીબીએ લાંચ લેતા ઝડપ્યા છે. મકાનની આકારણીને રિક્વેજેશનની ફરિયાદનાં નિકાલ માટે રૂા. 35000 ની લાંચની માંગ કરી હતી.
વલસાડના ઉમરગામમાં ACBનો સપાટો
વલસાડનાં ઉમરગામમાં એસીબીએ એક ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો. એસીબીએ દેવેન્દ્ર કરાંચીવાલાને રૂપિયા 12,300 ની લાંચ લેતા ઝડપ્યો હતો. ફરિયાદીને વીજ મીટર લેવાનું હોઈ લાંચ માંગી હતી. આરોપી કોન્ટ્રાક્ટરએ ડીજીવીસીએલનાં નાયબ કાર્યપાલક ઈજનેરનાં નામે લાંચ માંગી હતી.
છટકામાં વચેટીયો લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો
અમદાવાદ એસીબીએ સુરત ખાણ ખનીજ વિભાગનાં અધિકારીને લાંચ લેતા ઝડપ્યા છે. ક્લાસ વન અધિકારીએ બે લાખની લાંચ માંગી હતી. ભાઠા વિસ્તારમાં રેતી ખનની રોયલ્ટી પરમીટ માટે લાંચ માંગી હતી. ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા જગ્યા પર કોઈ હેરાનગતિ નહી કરવા લાંચ માંગી હતી. ફ્લાઈંગ સ્કવોર્ડનાં નાયબ અધિકારી નરેશ જાનીએ બે લાખની લાંચ માંગી હતી. વચેટીયા કપિલ પ્રજાપતિને લાંચનાં બે લાખ રૂપિયા આપવા અધિકારીએ જણાવ્યું હતું. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકામાં વચેટીયો લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયો હતો. એસીબીનાં છટકા બાદ અધિકારી ફરાર થઈ ગયો હતો.
હેડ કોન્સ્ટેબલ દેવસુર સાગઠીયાએ લાંચ માંગતા નોંધાઇ ફરીયાદ
જામનગરમાં સીટી બી ડિવીઝનમાં એલઆઈબીમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો છે. જેમા દેસુર સાગઠીયા સામે જામનગર એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હેડ કોન્સ્ટેબલ દેવસુર સાગઠીયાએ લાંચ માંગતા ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીનું ઈકો વાહન ગત વિધાનસભા ચૂંટણીમાં ભાડે રાખ્યું હતું. 202 માં ચૂંટણીમાં ભાડે રાખેલ વાહનનું બિલ પાસ કરાવવા લાંચ માંગી હતી. બિલની રકમ મંજૂર કરાવવા રૂપિયા 6 હજારની લાંચની માંગ કરવામાં આવી હતી.
જમીનમાં વારસાઈ નોંધ પાકી કરવા માગી હતી લાંચ
વડોદરામાં કરજણનો નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો હતો. એલસીબીએ શબ્બીર દિવાન 10 હજારની લાંચમાં ઝડપાયો હતો. લાંચિયા શબ્બીર દિવાન અને ઈન્ચાર્જ સર્કલ ઓફિસર એલસીજીનાં સકંજામાં આવ્યો છે. જમીનમાં વારસાઈ નોંધ પાકી કરવા લાંચ માંગી હતી.
આચાર્ય, શિક્ષક અને સંચાલક લાંચ લેતા ઝડપાયા
બનાસકાંઠાનાં પાંથાવાડાની શાળાનાં કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા. તિરૂપતિ બાલાજી શાળાનાં કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા. આચાર્ય, શિક્ષક અને સંચાલક લાંચ લેતા ઝડપાયા હતા. પાલનપુર એસીબીની ટીમે 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. ધો. 11 સામાન્ય પ્રવાહમાં એડમીશન માટે લાંચ માંગી હતી. અરજદાર પાસે 20 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી 10 હજાર રૂપિયા હાલ અને 10 હજાર રૂપિયા બીજા સત્રમાં આપવાનું નક્કી કરાયું હતું. એસીબીએ છટકું ગોઠવી શાળાનાં કર્મચારીઓને 10 હજારની લાંચ લેતા ઝડપ્યા હતા. એસીબીએ ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
શાકબાજીની દુકાન શરૂ કરવા ફૂડ લાઇસન્સ આપવા માંગી હતી લાંચ
સુરત મહાનગર પાલિકામાં લાંચિયા અધિકારીઓને એસીબીએ ઝડપ્યા છે. જેમાં સુરત ફ્રૂડ સેફ્ટી અધિકારી અને વહીવટી ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા હતા. બંનેને 45 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા. લાંચિયા અધિકારીઓ દ્વારા શાકભાજીની દુકાન શરૂ કરવા ફ્રૂડ લાઈસન્સ આપવા લાંચની માંગણી કરવામાં આવી હતી. એસીબીએ બાતમીનાં આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ધરપકડ બાદ મારઝૂડ ન કરવા લાંચ માંગી હતી
નવસારી ACBએ વલસાડના ઉમરગામથી 89 હજારની લાંચ લેતા બે પોલીસ કર્મી હેડ કોન્સ્ટેબલ પરેશ રામ, કોન્સ્ટેબલ મુરુ ગઢવીની ધરપકડ કરી છે. વલસાડના ઉમરગામમાં વોચ ગોઠવી રંગેહાથ લાંચિયાઓને ઝડપ્યા હતા. ધરપકડ બાદ મારઝૂડ ન કરવા અને પરેશાન ન કરવા માંગી હતી લાંચ જ્યારે ફરિયાદી પર દારૂનો કેસ લગાવ્યો હતો. 1 લાખની માંગ કરી હતી ત્યારે છેલ્લે 89 હજાર નક્કી કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.