બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ACB caught Dahod district primary education officer red-handed for accepting bribe of 1 lakh
Vishal Khamar
Last Updated: 06:50 PM, 7 May 2023
ADVERTISEMENT
દાહોદ જીલ્લા પંચાયત ખાતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા મયુર પારેખે શિક્ષક પાસે બદલીનાં ઓર્ડર બાબતે રૂપિયા એક લાખની લાંચની માંગણી કરી હતી. ત્યારે એસીબીએ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.
ADVERTISEMENT
શિક્ષણાધિકારીની કચેરીમાં લાંચ સ્વીકારતા ACB ઝડપ્યા
જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષક પાસે લાંચની માંગણી કરતા શિક્ષકે આ બાબતે દાહોદ એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારે આજે પૈસા આપવા માટે DPEO દ્વારા શિક્ષકને જીલ્લા પંચાયત કચેરી ખાતે શિક્ષણાધિકારીની કચેરીમાં બોલાવ્યા હતા. શિક્ષક પાસેથી લાંચની રકમ સ્વીકારતા DPEO ને દાહોદ એસીબીએ ઝડપી પાડી તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.