ACB caught and arrested RR constable for corruption
ભ્રષ્ટાચાર /
સરકારી અધિકારીઓ અને ખુદ સુરક્ષા કરનાર કર્મીઓ જ લાંચ લેતા ઝડપાયા, વાંચો 2020ના છેલ્લા દિવસની રેડ
Team VTV09:59 AM, 01 Jan 21
| Updated: 10:30 AM, 01 Jan 21
વર્ષના અંતિમ દિવસે એન્ટી કરપ્શન બ્યૂરોની સૌથી મોટી રેડ સામે આવી છે. 2020ના વર્ષમાં 198 ગુના અને 307 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં પોલીસકર્મી અને સરકારી અધિકારીઓ પણ સામેલ છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓની ખેર નહીં
વર્ષ 2020માં 198 ગુના દાખલ
ACBએ 307 આરોપીની કરી ધરપકડ
રાજ્યના એન્ટી કરપ્શન બ્યૂરો ( ACB )દ્વારા લાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. વર્ષ 2020માં કોરોનાની મહામારીમાં પણ એન્ટી કરપ્શન બ્યુરોએ અલગ અલગ વિભાગમાં કામગીરી કરી કુલ 198 ગુના દાખલ કરીને ક્લાસ વનથી લઇને ખાનગી વ્યક્તિઓ સહીત કુલ 307 આરોપીઓની ધરપકડ કરી છે.
ACBના ઇતિહાસમાં વર્ષ 2020માં સૌથી વધુ 38 જેટલા અપ્રમાણસર મિલકતના ગુના
અપ્રમાણસર મિલકતો બાબતે તપાસ માટે એક અલગ યુનિટની રચના કરવામા આવી છે. ACBના ઇતિહાસમાં વર્ષ 2020માં સૌથી વધુ 38 જેટલા અપ્રમાણસર મિલકતના ગુના નોંધાયા છે. જેમાં ક્લાસ 1ના 3, ક્લાસ 2ના 11 અને ક્લાસ 3ના 24 મળી કુલ 38 આરોપીઓ છે.
RR સેલના હેડ કોન્સ્ટેબલ 50 લાખની લાંચ લેતા ઝડપાયા
RR સેલના હેડ કોન્સ્ટેબલ 50 લાખની લાંચ લેતા ઝડપાયા છે. આણંદના રેસ્ટોરન્ટમાંથી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. વર્ષના અંતિમ દિવસે ACBએ ઝડપી સૌથી મોટી ટ્રેપમાં કોન્સ્ટેબલ ઝડપાયા હતા. હેડ કોન્સ્ટેલ પ્રકાશસિંહ રાઓલની ACBએ ધરપકડ કરી છે. કોન્સ્ટેબલ મોટા અધિકારીઓનો વહીવટદાર હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ખંભાત ખાતર કૌભાંડ કેસમાં લાંચ લીધી હોવાનું અનુમાન છે. કૌભાંડીઓને બચાવવા મોટુ સેટિંગ થયાનું અનુમાન છે. અધિકારીઓ અને રાજકારણોની સંડોવણી ખુલી શકે છે.