બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

logo

કેદારનાથમાં હેલિકોપ્ટરનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

logo

ધો. 12 સાયન્સ પછીના અભ્યાસક્રમમાં એન્ટ્રી માટેના રજિસ્ટ્રેશનની તારીખમાં ફેરફાર

VTV / ગુજરાત / ACB arrests bribed Gujarat officials,Dwarka Deputy Collector Nihar Bhetaria was caught taking a bribe of Rs 3 lakh

લાંછન / તોતિંગ સરકારી પગાર તો ખરો, તોય ખિસ્સા ભારે કરવા ગુજરાતના આ અધિકારીઓએ માંગી મોટી લાંચ, ACBએ પાડયો સપાટો

Hiren

Last Updated: 04:28 PM, 14 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં 3 મોટા અધિકારીઑ ખિસ્સા ગરમ કરતા રંગેહાથ ઝડપાયા છે. ACBએ સપાટો બોલાવતા લાંચની મોટી પોલ ખૂલી પડી છે.

  • ગુજરાતના લાંચિયા અધિકારી ACBની રડાર પર
  • ડેપ્યુટી કલેકટર નિહાર ભેટારિયા-3 લાખની લાંચ
  • TDO ઝરીના અન્સારી-  2.45 લાખ લાંચ 
  • PI એફ.એમ.કુરેશી-  20 હજારની લાંચ

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં 6 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. જેમાં અમદાવાદમાં પી.આઈ ફારુક કુરેશી ઢોર ન પકડવા અને કેસ ન કરવા બાબતે 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. જ્યારે પંચમહાલમાં ટીડીઓ ઝરીના અંસારી સહિત 4 લાકો 4.45 લાખની લાંચ લેતા ઝડપાયા છે. જ્યારે આ તરફ દ્વારકામાં પણ ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયાને 3 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ગુજરાતમાં આ રીતે બે દિવસમાં ત્રણ કિસ્સા સામે આવવા ખુબ  ગંભીર બાબત છે. તેવામાં સવાલએ છે કે, આવા ભ્રષ્ટ અધિકારીઓના રાજમાં કેવી રીતે ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત બનશે.

દ્વારકાના ડેપ્યુટી કલેકટર નિહાર ભેટારિયા 3 લાખની લાંચ લેતા ઝડપાયા
ACBની રડારમાં હાલ ગુજરાતના લાંચિયા અધિકારીઑ છે રોજેરોજ લાંચ લેવાના કિસ્સાના મોટા પર્દાફાશ થઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેકટર નિહાર ભેટારિયા લાંચ લેતા 
ઝડપાયા છે. પાક રક્ષણ માટે હથિયાર પરવાનો આપવા માટે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.  જે બાદ ACBમાં ફરિયાદ થતાં છટકા ગોઠવી ડેપ્યુટી કલેકટર નિહાર ભેટારિયાને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડયા હતા. ACBએ ફરિયાદ નોંધી લાંચિયા અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. પણ સવાલ એ છે કે કયા સુધી ગુજરાતની જનતા આવા ખિસ્સા ભરું અધિકારીઓનો ભોગ બનતી રહેશે.ક્યારે ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનશે? આવા તો કેટલાય અધિકારીઑ છે સરકારી પગાર લઈ પ્રજાહક્કના કામો નહીં પણ પોતાના ખિસ્સા ભારે કરે છે તેમના પર કાર્યવાહી જરૂરી છે. લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે લાંચ આપવી અને લેવી બંને ગુના છે.

પંચમહાલ શહેરાના TDO ઝરીના અન્સારી 2.45 લાખ લાંચ લેતા ઝડપાયા
પંચમહાલના શહેરા તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારી લાંચ લેતા ઝડપાયા છે.TDO અને અન્ય કરાર આધારિત 3 કર્મચારી પણ લાંચમાં ઝડપાયા છે.રૂપિયા 4.45 લાખની લાંચ માંગવા અંગે ACBએ તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કોન્ટ્રાક્ટર પાસેથી મનરેગા યોજનાના મંજૂર થયેલા બિલના નાણા ચુકવણી મુદ્દે લાંચની માંગણી કરી હતી.શહેરા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા હેમંત પ્રજાપતિ, કિર્તિપાલ સોલંકી અને રિયાઝ મન્સૂરીએ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલીક રકમ લીધી હતી.આ બાદ પણ TDO ઝરીના અન્સારી વતી અધિક મદદનીશ ઇજનેર રિયાઝ મન્સૂરીએ 2.45 લાખની માંગણી કરી હતી.જે મામલે કોન્ટ્રાક્ટરે ACBને જાણ કરી હતી.અને અમદાવાદ ACBએ છટકું ગોઠવી 2.45 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા

અમદાવાદમાં PI એફ.એમ.કુરેશીએ માંગી 20 હજારની લાંચ
AMC પશુખાતામાં ફરજ બજાવતા PI ફારૂક કુરેશી લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ખળભાળાટ મચી ગયો છે. મહત્વનું છે કે શહેરમાં રડળતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે AMC દ્વારા ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે  PI એફ.એમ.કુરેશીએ ફરિયાદીના પશુઓ નહીં પકડવા અને કેસ નહીં કરવા માટે લાંચ માંગતો હોવાનુ સામે આવ્યું હતું, PI ફરિયાદી પાસેથી દર મહિને રૂપિયા 10 હજારની માંગણી કરી હતી અને જો આમ ન કરે તો કેસ કરવાની પણ ધમકી આપી હતી.PI એફ.એમ.કુરેશીએ ફરિયાદનીને ફોન કરીને હપ્તાના રૂપિયા 10 હજાર અને દિવાળી બોનસ એમ મળી કુલ 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી જે બાદ ફરિયાદીએ લાંચ રૂસ્વાત શાખામાં PI સામે ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.  PI એફ.એમ.કુરેશીએ ફરિયાદનીને ફોન કરીને હપ્તાના રૂપિયા 10 હજાર અને દિવાળી બોનસ એમ મળી કુલ 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી જે બાદ ફરિયાદીએ લાંચ રૂસ્વાત  શાખામાં PI સામે ફરિયાદ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

ACB Deputy Collector Nihar Bhetaria Government Employee PI F M Qureshi PI એફ.એમ.કુરેશી TDO Zarina Ansari TDO ઝરીના અન્સારી bribe gujarat એસીબી કલેકટર નિહાર ભેટારિયા ગુજરાત લાંચ સરકારી કર્મચારી ACB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ